Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ શખ્સો સામે ફરિયાદ:માળીયામાં પુત્રીને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યાની શંકા રાખી પિતાએ યુવકને છરીના ઘા ઝીંક્યા

    1 week ago

    માળીયા મિયાણાના ખારા વાંઢ વિસ્તારમાં રહેતા યુવાને ઈન્સ્ટાગ્રામમાં કોઈ વાંધાજનક મેસેજ કર્યા હોવાની શંકા રાખી યુવતીના પિતા સહિત ત્રણ વ્યક્તિએ હરિપર ગામ નજીક મચ્છુ નદી પાસે યુવાનને બોલાવી તેને આડેધડ બેફામ માર મારી છરીના ઘા ઝીકી દેતા ગંભીર ઇજા થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ગંભીર બનાવ અંગે યુવતીના પિતા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. યુનુસભાઈ સાવદીનભાઈ મોવર ઉ.વ.18 નામના યુવાને આરોપી સલીમ સુભાનભાઈ કટિયા, સાદીક ઉર્ફે સદો સુભાનભાઈ કટિયા રહે.બન્ને નવજીવન હોટલ પાસે માળીયા અને આરોપી ફારૂકભાઈ રહે.નવા અંજીયાસર માળીયા વિરુદ્ધ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સલીમ કટિયાની પુત્રીને અન્ય કોઈ વ્યક્તિ સોશ્યલ મીડિયા એટલે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરતો હોય અને યુવાને આવી કોઈ હરકત કરી ન હોવા છતાં માત્ર શંકાના અંધારે યુવાન ઉપર દોષનો ટોપલો ઢોળી બાબતે આરોપીઓએ ફરિયાદી યુવતીને મેસેજ કરતો હોવાની શંકા રાખી માળીયા !હરિપર ગામની નદી પાસે બેફામ માર મારી છરીના ઘા ઝીકી દીધા હતા. આથી યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં તેણે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    105 છાત્રએ મેળવ્યો A-1 ગ્રેડ:તાપી જિલ્લો : SSCનું 83.22 ટકા પરિણામ ઉચ્છલ કેન્દ્ર 93 ટકા સાથે સૌથી મોખરે રહ્યું
    Next Article
    1705 બેઠક સામે 5454 અરજી:મોરબીમાં RTEના પ્રથમ રાઉન્ડમાં‎ 1579 છાત્રોને એડમિશન ફાળવ્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment