Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    105 છાત્રએ મેળવ્યો A-1 ગ્રેડ:તાપી જિલ્લો : SSCનું 83.22 ટકા પરિણામ ઉચ્છલ કેન્દ્ર 93 ટકા સાથે સૌથી મોખરે રહ્યું

    1 week ago

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા માર્ચ 2026ના ધોરણ 10 (SSC) પરિણામમાં તાપી જિલ્લાના વિગતવાર આંકડાઓ જાહેર થયા છે. જિલ્લાનું કુલ પરિણામ 83.22 ટકા નોંધાયું છે, જે રાજ્યના સરેરાશની આસપાસ ગણાય છે. જિલ્લામાં કુલ 8155 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 7948 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. વિવિધ ગ્રેડ મુજબ પરિણામમાં 103 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં, 570 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડમાં સ્થાન પામ્યા છે. B-1 ગ્રેડમાં 1203 અને B-2 ગ્રેડમાં 1608 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે.તે ઉપરાંત C-1 ગ્રેડમાં 1824 અને C-2 ગ્રેડમાં 1110 વિદ્યાર્થીઓ આવ્યા છે, જે દર્શાવે છે કે મધ્યમ શ્રેણીના પરિણામમાં વધુ વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે. નીચલા ગ્રેડમાં D અને E શ્રેણીમાં 106 વિદ્યાર્થીઓ નોંધાયા છે.કુલ મળીને 6614 વિદ્યાર્થીઓ પાસ થતાં જિલ્લાનું પરિણામ 83.22% નોંધાયું છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે તાપી જિલ્લામાં મધ્યમથી ઉત્તમ સ્તરનું પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પાસ થયા છે અને જિલ્લામાં શૈક્ષણિક સ્થિતિ સ્થિર જણાય છે. ધોરણ 10 (SSC) માર્ચ-2026ના પરિણામમાં તાપી જિલ્લાના વિવિધ કેન્દ્રોમાં નોંધપાત્ર ફરક જોવા મળ્યો છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ ઉચ્છલ કેન્દ્રમાં નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ખોડાડા કેન્દ્રમાં રહ્યું છે. જિલ્લામાં સર્વોચ્ચ પરિણામ ધરાવતા કેન્દ્રોમાં ઉચ્છલ 93.05% સાથે પ્રથમ સ્થાને રહ્યું છે. તેના બાદ ડોલવણ કેન્દ્ર 92.44% અને સોનગઢ કેન્દ્ર 88.53% પરિણામ સાથે આગળ રહ્યા છે. વ્યારા કેન્દ્રમાં 84.13%, કાપુરા 84.57% અને ઉકાઈ 84.56% જેવા સરેરાશથી સારા પરિણામ નોંધાયા છે.
    Click here to Read More
    Previous Article
    ધો 10નું જિલ્લામાં 83.27% પરિણામ:ધો 10માં વિદ્યાર્થીઓનું ભાષામાં‎ પ્રભુત્વ પણ ગણિતમાં કાચા પડ્યાં‎
    Next Article
    ત્રણ શખ્સો સામે ફરિયાદ:માળીયામાં પુત્રીને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યાની શંકા રાખી પિતાએ યુવકને છરીના ઘા ઝીંક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment