Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો 10નું જિલ્લામાં 83.27% પરિણામ:ધો 10માં વિદ્યાર્થીઓનું ભાષામાં‎ પ્રભુત્વ પણ ગણિતમાં કાચા પડ્યાં‎

    1 week ago

    પાટણ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ જાહેર થતા જ શિક્ષણના બદલાતા પ્રવાહની તસવીર સ્પષ્ટ થઈ છે. જિલ્લાએ ગત વર્ષના 80.12% ના પરિણામ સામે આ વર્ષે 3.15 ટકાના વધારા સાથે 83.27% પરિણામ ઊંચું પરિણામ મેળવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં 66 અને A2 માં 185 વિદ્યાર્થીઓનો મોટો ઉછાળો શિક્ષણની ઊંચી ગુણવત્તા દર્શાવે છે. જોકે, ઊંડાણપૂર્વક જાહેર થયેલા પરિણામોમાં વિષય વાઇઝ પરિણામ તપાસતા વાસ્તવિકતા સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ ભાષાકીય વિષયોમાં 90% થી વધુ સ્કોર સાથે પકડ મજબૂત કરી છે, પણ ગણિતમાં 84% સાથે પાયો હજુ પણ કથળતો જણાય છે. ટકાવારી વધવા છતાં પ્રેક્ટિકલ જ્ઞાન અને ગણતરીના વિષયોમાં વિદ્યાર્થીઓ પાછળ રહ્યા છે તે ભવિષ્યમાં કારકિર્દી માટે ચિંતાનો વિષય છે. જિલ્લાના 22 સેન્ટરોમાં શિક્ષણનો મિશ્ર મિજાજ જોવા મળ્યો છે. શહેરી વિસ્તારોને પછાડી ગ્રામીણ બેલ્ટે કાઠું કાઢ્યું છે. વાયડ સેન્ટરમાં 40.32% નો ઐતિહાસિક ઉછાળો અને સરિયદ-કાકોશીમા પરિણામમાં થયેલી વૃદ્ધિ ગ્રામ્ય શિક્ષણમાં ક્રાંતિનો પુરાવો છે. જિલ્લામાં સૌથી વધુ વડાવલી 96.95% સાથે મોખરે છે, જ્યારે શંખેશ્વર 65.64% સાથે અંતિમ ક્રમે છે. 12 સેન્ટરોમાં સરેરાશ 4 થી 40 ટકા પરિણામ વધ્યું છે. જેમાં ગતવર્ષની સરખામણીએ વાયડ સેન્ટરમાં 40.32 ટકા પરિણામમાં ઉછાળો છે. તો સામે 10 સેન્ટરોમાં સરેરાશ 1 થી 9 ટકા નો ઘટાડો પણ નોંધાયો છે, જેમાં ધીણોજમાં સૌથી વધુ 9.32% ગાબડું પડ્યું છે. પાટણ જિલ્લો શહેરમાં સુવિધા vs ગામડામાં સંઘર્ષ પાટણ શહેરની સ્માર્ટ સ્કૂલ અને કોચિંગ ક્લાસની છાત્રાએ A1 ગ્રેડ મેળવ્યો શહેર : ક્રિશા પટેલ : પાટણની ક્રિશા પટેલના પિતા ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા હોઈ આર્થિક સમૃદ્ધ પરિવારની દીકરી છે. હાઈફાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે. સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ, 18,000ના સ્પેશિયલ ટ્યુશન અને મટીરિયલની ભરમાર વચ્ચે રોજની 5 કલાકની મહેનતથી A1 ગ્રેડ મેળવ્યો. રિક્ષા ચાલકની પુત્રી ઘરેકામની મદદ સાથે માત્ર પાઠ્ય પુસ્તક વાંચી A1 ગ્રેડ મેળવ્યો ગામડું (સંઘર્ષ) : સુહાની રાવળ રણાસણ ગામની રહેવાસી અને ચવેલીની સરકારી સ્કૂલની વિદ્યાર્થીની છે. પિતા રિક્ષા ચલાવે છે. ઘરેકામમાં મદદ સાથે, કોઈપણ ટ્યુશન વગર માત્ર પાઠ્યપુસ્તકોના સહારે A1 ગ્રેડ મેળવી સાબિત કર્યું કે "સંઘર્ષ" જ સાચું કોચિંગ છે. ગણિત વિજ્ઞાન, અંગ્રેજીમાં કાચા અને ગુજરાતી, હિન્દીમાં પાકા"મારા 15 વર્ષના અનુભવ પરથી તારણ કાઢ્યું છે કે, વિદ્યાર્થીઓને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનમાં ઓછા માર્કસ આવે છે અને ગુજરાતી હિન્દી વિષયમાં વધુ માર્કસ આવતા હોય છે. છાત્રો અંગ્રેજી સમજી શકે છે પરંતુ લખી કે બોલી શકતા નથી, આ ઉપરાંત ગણિત વિજ્ઞાન જેવા વિષયમાં છાત્રો કોન્સેપ્ટ સમજી શકતા નથી એવું બની શકે છે, જોકે અહીં વિષયમાં કાચો હોવો એ અન્ય સામાજિક કારણો પણ જવાબદાર હોય છે. છાત્રો દરેક વિષયમાં રુચિ દાખવી પ્રિપેર થાય તે મહત્વનું છે." - વિનોદ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી, પાટણ
    Click here to Read More
    Previous Article
    સુંદર નાટકની પ્રસ્તુતિ:"મુક્તિધામ' નાટકના ભાવુક સંવાદો,કામની વ્યસ્તતામાં માતા-પિતાના ઉપકાર ભૂલતાં સંતાનો ક્ષમાને પાત્ર નથી
    Next Article
    105 છાત્રએ મેળવ્યો A-1 ગ્રેડ:તાપી જિલ્લો : SSCનું 83.22 ટકા પરિણામ ઉચ્છલ કેન્દ્ર 93 ટકા સાથે સૌથી મોખરે રહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment