Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુંદર નાટકની પ્રસ્તુતિ:"મુક્તિધામ' નાટકના ભાવુક સંવાદો,કામની વ્યસ્તતામાં માતા-પિતાના ઉપકાર ભૂલતાં સંતાનો ક્ષમાને પાત્ર નથી

    6 days ago

    વર્તમાન સમયની ભાગદોડ અને આધુનિકતાના આંધળા આકર્ષણ વચ્ચે વડીલોની ઉપેક્ષા કરવીએ કડવું સત્ય બની ગયું છે.ત્યારે,પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઈબ્રેરી દ્વારા સમાજને જાગૃત કરતો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. કામની વ્યસ્તતામાં માતા-પિતાને ભૂલતાં સંતાનો માફીને પાત્રને નથી . સહિતના સંવાદો રજુ કરાયા હતા. રવિવારે સાંજે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલમાં ક્રિયેટીકા હબ સિદ્ધપુર પ્રસ્તુત અને યાજ્ઞિક ચૌહાણ દિગ્દર્શિત નાટક મુક્તિધામ યુનિવર્સિટીના કન્વેશન હોલમાં ભજવાયું હતું. લેખક અંબર હડપની કલમે લખાયેલા આ નાટકે પિતા-પુત્રના સંબંધોમાં આવતી ખાઈ અને લાગણીઓના તાણાવાણાને એવી રીતે રજૂ કર્યા કે ઉપસ્થિત તમામ શ્રોતાઓની આંખમાં આંસુ છલકાયા હતા. આજના યુગમાં સંતાનો જ્યારે કારકિર્દી અને વ્યસ્તતાના નામે વડીલો પ્રત્યેની જવાબદારી ભૂલી રહ્યા છે,ત્યારે આ નાટકે જનરેશન ગેપના નામે ચાલતી અવગણના પર આકરો પ્રહાર કર્યો હતો. કલાકારોએ જીવંત અભિનય દ્વારા બતાવ્યું કે મા-બાપને સંપત્તિ કરતા સંતાનોના સમય અને સ્નેહની વધુ જરૂર હોય છે. નાટકના અંતે પ્રેક્ષકોના દિલોદિમાગમાં એક જ પ્રશ્ન ગુંજતો હતો શું આપણે આપણા ઘરના જીવતા તીર્થ સમાન વડીલોના ઉપકારો ભૂલી રહ્યા છીએ કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ કે સી પોરિયાએ જણાવ્યું હતું કે, નાટક એ સમાજનું દર્પણ છે અને આવા આયોજનો નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરે છે. લાઈબ્રેરીના પ્રમુખ ડો.શૈલેષ સોમપુરાએ તમાાનું સ્વાગત કરી લાઈબ્રેરીના સામાજિક ઉત્તરદાયિત્વ પર ભાર મૂક્યો હતો.મુખ્ય મહેમાન ડો.નિલેશ આર. પટેલે પણ આ પ્રવૃત્તિને બિરદાવી હતી. કાર્યક્રમનું સંચાલન જ્યોતિન્દ્રભાઈ ભટ્ટે કર્યું હતું. નાટકની પૂર્ણાહુતિ બાદ અનેક યુવાનોએ પોતાના માતા-પિતા પ્રત્યે વધુ સંવેદનશીલ બનવાનો મનોમન સંકલ્પ લીધો હતો.ખરેખર, મુક્તિધામ માત્ર નાટક નહીં, પણ પારિવારિક સંબંધોની શુદ્ધિનો એક પવિત્ર સંદેશ બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસીસ:ઉ.ગુ.માં 10માનું 86.67 ટકા પરિણામ : A-1 ગ્રેડમાં 31%નો વધારો, 4579 વિદ્યાર્થીના 90%થી વધુ ગુણ
    Next Article
    ધો 10નું જિલ્લામાં 83.27% પરિણામ:ધો 10માં વિદ્યાર્થીઓનું ભાષામાં‎ પ્રભુત્વ પણ ગણિતમાં કાચા પડ્યાં‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment