Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:ઉ.ગુ.માં 10માનું 86.67 ટકા પરિણામ : A-1 ગ્રેડમાં 31%નો વધારો, 4579 વિદ્યાર્થીના 90%થી વધુ ગુણ

    6 days ago

    સમગ્ર રાજ્યમાં ધોરણ 10ના પરિણામમાં બનાસકાંઠા 90.19 ટકા સાથે બીજા ક્રમે, અરવલ્લી 88.88 ટકા સાથે ચોથા, મહેસાણા 88.14 ટકા સાથે સાતમા, પાટણ 83.27 ટકા સાથે 18મા અને સાબરકાંઠા 82.91 ટકા સાથે 20મા ક્રમે રહ્યા છે. પાંચ જિલ્લામાં કુલ 1,20,856 માંથી 1,18,565 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1,03,755 પાસ થયા છે. ઉ.ગુ નું સરેરાશ પરિણામ 86.67 ટકા આવ્યું છે, જે ગયા વર્ષે 85.65 ટકા હતું. એટલે કે, 1.01 ટકાનો વધારો નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 90 ટકા કરતાં વધુ ગુણ મેળવનારા A-1 ગ્રેડમાં 4579 વિદ્યાર્થીઓ છે. જે ગયા વર્ષે 3489 હતા. તમામ જિલ્લાઓમાં રેન્કર્સની સંખ્યામાં વધારો થયો છે. 81 થી 90 ટકા મેળવનારા A-2 ગ્રેડના વિદ્યાર્થીઓમાં પણ વધારો નોંધાયો છે. ગયા વર્ષે 12,379 વિદ્યાર્થીઓ સામે 13,704 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે. જોકે, આ વર્ષે પરીક્ષાર્થીઓની સંખ્યામાં લગભગ 3000 જેટલો વધારો નોંધાતાં તેની અસર જોવા મળી છે. 100 ટકા પરિણામની શાળા 38 વધી 338‎ ઉત્તર ગુજરાતમાં આ વર્ષે 338 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જે ગયા વર્ષે 300 શાળાઓ હતી. એટલે કે, 38 શાળાનો વધારો થયો છે. એકમાત્ર અરવલ્લી જિલ્લામાં 100 ટકા પરિણામવાળી શાળાઓની સંખ્યા ગયા વર્ષની 36થી ઘટીને આ વર્ષે 33 થઈ છે. બાકીના ચારેય જિલ્લામાં વધારો થયો છે. બનાસકાંઠામાં 165, મહેસાણામાં 61, પાટણમાં 42 અને સાબરકાંઠામાં 37 શાળાઓનું પરિણામ 100 ટકા છે. 16 શાળાનું પરિણામ‎30 ટકાથી ઓછું‎ ઉ.ગુ.માં 30 ટકાથી ઓછું નબળા પરિણામમાં અરવલ્લીની 3, બનાસકાંઠાની 1, મહેસાણાની 2, પાટણની 4 અને સાબરકાંઠાની 6 શાળાઓનો સમાવેશ થાય છે. બનાસકાંઠાની 2 શાળાઓનું પરિણામ શૂન્ય રહ્યું છે. ગયા વર્ષે ઉત્તર ગુજરાતમાં 4 શાળાનું પરિણામ શૂન્ય હતું, જે આ વર્ષે ઘટીને 2 રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Manoj Tiwary slams TMC govt: ‘Was never allowed to undertake any actual work’
    Next Article
    સુંદર નાટકની પ્રસ્તુતિ:"મુક્તિધામ' નાટકના ભાવુક સંવાદો,કામની વ્યસ્તતામાં માતા-પિતાના ઉપકાર ભૂલતાં સંતાનો ક્ષમાને પાત્ર નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment