Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1705 બેઠક સામે 5454 અરજી:મોરબીમાં RTEના પ્રથમ રાઉન્ડમાં‎ 1579 છાત્રોને એડમિશન ફાળવ્યા‎

    1 week ago

    6થી 14 વર્ષ સુધીના બાળકોને નિ:શુલ્ક પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ હેઠળ સરકારી શાળા ઉપરાંત ખાનગી શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે 25 ટકા બેઠક ફાળવવામાં આવે છે. જેમાં બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે અને 1 થી 8 સુધી નિશુલ્ક અભ્યાસ કરાવાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 1705 બેઠક માટે ઓન લાઈન અરજી મગાવવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાં કુલ 5454 અરજી થઈ હતી જેમાંથી અલગ અલગ કારણોસર અરજી રદ થયા બાદ કુલ 4087 અરજી મંજૂર કરવામાં આવી હતી. મંજૂર થયેલી અરજી અને સરકારમાંથી ફાળવેલ ઇન્ટેક મુજબ જોઈએ તો એક બેઠક માટે 3 બાળકોની અરજી છે હવે તેમાંથી અલગ અલગ કેટેગરી તેમને ચોઈસ કરેલી સ્કુલ અને તેની બેઠક સહિતના અલગ અલગ કેટેગરી આધારે શિક્ષણ વિભાગ દ્વારા કુલ 1579 બેઠક માટે પ્રથમ રાઉન્ડ માં બેઠક ફાળવી દેવામાં આવી છે. તા 4 મે થી વિવિધ શાળામાં મંજૂર થયેલી અરજીઓને તેમના બાળકો એડમિટ કાર્ડ ઉપરાંત ઓનલાઈન જે પણ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા તેમની બે કોપી સાથે જવાનું રહેશે અને તે શાળામાં જમા કરાવી તા 12 સુધીમાં એડમિશન ક્ન્ફ્મ કરાવી લેવાનું રહેશે. જો 7 દિવસમાં તેમને ફાળવેલી સ્કુલમાં એડમિશન નહિ લેવામાં આવે તો તેમની અરજી રદ કરવામાં આવશે અને તે સીટ ખાલી ગણી બીજા રાઉન્ડમાં બાકી અરજદારોને તક આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં મોરબીને સૌથી વધુ 1003 સીટ ફાળવાઈ‎ મોરબી જિલ્લામાં તાલુકાવાર પ્રથમ રાઉન્ડમાં ફાળવાયેલી સીટમાં મોરબી તાલુકાને સૌથી વધુ 1003 સીટ મંજૂર કરવામાં આવી છે. જ્યારે માળિયાની એક શાળાને 10 સીટ, ટંકારાને 200 સીટ, વાંકાનેરને 236 તેમજ હળવદ તાલુકાને 128 સીટ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. RTEમાં મંજૂરી બાદ 7 દિવસમાં પ્રવેશ લેવું ફરજિયાત‎ વાલીઓએ સૌ પ્રથમ RTEની વેબસાઈટ પર જઈ એડમિટ કાર્ડ વિભાગમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ દાખલ કરી એડમિટ કાર્ડની બે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરાયેલા તમામ ડોક્યુમેન્ટના ઓરિજિનલ તથા બે નકલો સાથે ફાળવાયેલી શાળામાં રજૂ કરવાના રહેશે. મંજૂર થયેલી અરજી માટે 7 દિવસની અંદર એડમિશન લેવું ફરજિયાત હોવાથી SMSની રાહ જોયા વગર એપ્લિકેશનમાં વિગતો અપડેટ થઈ છે કે નહીં તે ચકાસવાનું સૂચન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    ત્રણ શખ્સો સામે ફરિયાદ:માળીયામાં પુત્રીને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યાની શંકા રાખી પિતાએ યુવકને છરીના ઘા ઝીંક્યા
    Next Article
    વાહનચાલક ઘાયલ‎:મોરબીમાં કારની અડફેટે વાહન પલટી મારી જતા 150 મરઘાંનાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment