Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સાવકા ભત્રીજાએ કાકી પર ગુજાર્યો બળાત્કાર:પતિએ છૂટાછેડા આપ્યા બાદ પણ આરોપીએ પીછો ન છોડ્યો, પુત્રને જાનથી મારવાની ધમકી આપી

    8 hours ago

    સુરત શહેરમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. પરિવારની મદદ કરવાના બહાને ઘરે આવતા એક સાવકા ભત્રીજાએ જ પોતાની કાકીનું શારીરિક શોષણ કર્યું હોવાની ગંભીર ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ભત્રીજાએ કાકીની લાચારીનો ફાયદો ઉઠાવી, ડરાવી-ધમકાવીને વારંવાર દુષ્કૃત્ય આચર્યું હતું. આ મામલે પીડિત મહિલાએ હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો છે અને ચકચાર મચી ગઈ છે. મદદ કરવાના બહાને ઘરમાં એન્ટ્રી મેળવી પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સુરત શહેરમાં રહેતા પીડિત મહિલાના પતિ લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. આ મુશ્કેલ સમયમાં પરિવારની મદદ કરવા અને સારસંભાળ રાખવાના બહાને તેમનો સાવકો ભત્રીજો સતત તેમના ઘરે આવતો-જતો હતો. આરોપી સિંગણપોર રોડ વિસ્તારમાં રહે છે. મદદના નામે ઘરમાં વિશ્વાસ જીતનાર ભત્રીજાની દાનત બગડી હતી. નાહતી હાલતમાં જોઈ જબરદસ્તી કરી, પુત્રને મારવાની ધમકી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ ઘટનાની શરૂઆત માર્ચ 2025 દરમિયાન થઈ હતી. તે સમયે મહિલાના પતિ કામ અર્થે બહાર ગયા હતા અને મહિલા પોતાના ઘરના બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. બાથરૂમનો દરવાજો ભૂલથી ખુલ્લો રહી જતાં આરોપી ઘરમાં પ્રવેશી ગયો હતો અને મહિલાને નાહતી હાલતમાં જોઈ રહ્યો હતો. મહિલાની નજર પડતાં જ તેણે આ કરતૂતનો સખત વિરોધ કર્યો હતો અને પતિને બધી વાત જણાવી દેવાની ચીમકી આપી હતી. જોકે, આરોપીએ 'તું મને ખૂબ ગમે છે' તેમ કહી મહિલા સાથે જબરદસ્તી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, જો આ વાત કોઈને કહેશે તો તેના માસૂમ પુત્રને જાનથી મારી નાખવાની ક્રૂર ધમકી પણ આપી હતી. પતિએ છૂટાછેડા આપ્યા બાદ પણ આરોપીએ પીછો ન છોડ્યો આ આઘાતજનક ઘટના બાદ કૌટુંબિક વિખવાદ વધતા મહિલાના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. પતિનો સાથ છૂટી ગયા બાદ મહિલા વધુ લાચાર બની ગઈ હતી, જેનો ફાયદો આરોપીએ ફરી ઉઠાવ્યો હતો. આરોપી પીડિતાને જબરદસ્તીથી પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં પણ તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. પુત્રની સુરક્ષા અને સમાજમાં પરિવારની આબરૂ જવાના ડરથી મહિલા લાંબા સમય સુધી આ નરક જેવી યાતના મૌન રહીને સહન કરતી રહી હતી. આખરે મહિલાએ હિંમત દાખવી પોલીસમાં ફરિયાદ નોંધાવી લાંબા સમય સુધી શારીરિક અને માનસિક ત્રાસ સહન કર્યા બાદ, આખરે પીડિત મહિલાએ હિંમત એકઠી કરી હતી અને આ આરોપી ભત્રીજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. મહિલાએ સમગ્ર મામલે સુરત પોલીસનો સંપર્ક કરી આપવીતી જણાવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી ભત્રીજા વિરુદ્ધ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબ માટે ખરાબ શરૂઆત, બે વિકેટ પડી:પ્રિયાંશ-પ્રભસિમરન પેવેલિયન ભેગા, હૈદરાબાદે 236 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    વાપી રેલવે સ્ટેશન પર બે મોબાઈલ ચોર પકડાયા:RPFએ ‘ઓપરેશન યાત્રી સુરક્ષા’ હેઠળ ચોરાયેલા મોબાઈલ જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment