Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધના રેલવે સ્ટેશન પર મુસાફર સાથે મારામારી:પે એન્ડ યુઝના પૂર્વ કર્મચારીની પૈસાની લાલચમાં દાદાગીરી, વીડિયો વાયરલ થતાં RPFએ બે કાન પકડાવી માફી મંગાવી

    3 days ago

    સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને સુવિધાના દાવાઓ વચ્ચે 'પે એન્ડ યુઝ' શૌચાલય પર મુસાફર સાથે ગેરવર્તન અને મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રેલવે તંત્ર દોડતું થયું હતું. ફરિયાદ બાદ RPF દ્વારા આરોપી યુવકને ઝડપી પાડી બે કાન પકડાવી માફી મંગાવવામાં આવી હતી, જોકે આ ઘટનાને પગલે સ્ટેશન પર ચાલતી ગેરરીતિઓ અને RPFની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મુસાફર સાથે પૈસાની લેતી-દેતી બાબતે મારામારી 10 નવેમ્બર, 2026ની રાત્રે ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર બની હતી. સ્ટેશન પર આવેલા 'પે એન્ડ યુઝ' શૌચાલયનો ઉપયોગ કરવા ગયેલા એક મુસાફર સાથે ત્યાં હાજર શખ્સે પૈસાની લેતી-દેતી બાબતે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ઝઘડો કર્યો હતો અને મારામારી પર ઉતરી આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો બનાવી 'rajumandal' નામના X (ટ્વિટર) હેન્ડલ પરથી રેલવે તંત્રને ટેગ કરીને ફરિયાદ કરવામાં આવી હતી. ટ્વિટર પર ફરિયાદ બાદ RPFની કાર્યવાહી 11 નવેમ્બર, 2026ના રોજ સાંજે 6:45 કલાકે મુંબઈ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ મારફતે ઉધના RPFને આ ટ્વિટર ફરિયાદ મળી હતી. ફરિયાદ મળતા જ ઉધના RPFએ તપાસ હાથ ધરી હતી. શૌચાલયના કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી વીડિયોમાં દેખાતા 29 વર્ષીય શુભમ મનોજકુમાર પાંડે નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં ખુલાસો: ટ્રેન આવવાની વાર હતી એટલે ઉઘરાણી કરવા બેસી ગયો RPFની પૂછપરછમાં આરોપી શુભમ પાંડેએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે અગાઉ ઉધના સ્ટેશનના 'પે એન્ડ યુઝ' શૌચાલયમાં કલેક્શનનું કામ કરતો હતો. 10 નવેમ્બરની રાત્રે તે નવસારી જવા માટે પ્લેટફોર્મ નંબર 2 પર આવ્યો હતો. તે સમયે શૌચાલય પર કોન્ટ્રાક્ટરનો કોઈ જ કર્મચારી હાજર નહોતો. ટ્રેન આવવામાં હજુ વાર હોવાથી થોડા પૈસા કમાઈ લેવાની લાલચમાં તે પોતે જ શૌચાલય પર બેસી ગયો હતો અને મુસાફરો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે મુસાફર સાથે ગેરવર્તન અને ન્યૂસન્સ કર્યું હતું. રેલવે એક્ટ હેઠળ ગુનો દાખલ, તંત્રની બેદરકારી ઉજાગર RPFએ જ્યારે શુભમ પાસે પૈસા ઉઘરાવવા માટેનું અધિકૃત ઓળખપત્ર, કોન્ટ્રાક્ટરનો પરવાનો કે મુસાફરીની ટિકિટ માંગી ત્યારે તેની પાસે કશું જ મળી આવ્યું નહોતું. જેથી RPFએ તેની સામે રેલવે એક્ટની કલમ 147 અને 145(B) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રેલવે અધિકારીઓ અને RPFની કામગીરી સામે સવાલો આ ઘટનાએ ઉધના રેલવે સ્ટેશનના વહીવટની પોલ ખોલી નાખી છે. સ્ટેશનના પ્લેટફોર્મ પર આવેલા શૌચાલય પર કોન્ટ્રાક્ટરનો કોઈ માણસ જ હાજર ન હોય અને કોઈ બહારનો વ્યક્તિ આવીને બિન્દાસ્ત ઉઘરાણી શરૂ કરી દે, ત્યાં સુધી RPF કે રેલવે અધિકારીઓને તેની ભનક સુદ્ધાં ન લાગે તે બાબત અત્યંત ગંભીર છે. આ સાથે જ આવી બનતી ઘટનાઓ અંગે રેલવેને અધિકારીઓને પણ અજાણ રાખવામાં આવતા હોય તે પ્રકારનો કાર્ડ સર્જાયો છે. મુસાફરોમાં ચર્ચા છે કે જો વીડિયો વાયરલ ન થયો હોત અને ટ્વિટર પર ફરિયાદ ન થઈ હોત, તો કદાચ આ મામલો દબાઈ જ ગયો હોત. હાલ તો પોલીસે આરોપી પાસે બે કાન પકડાવી માફી મંગાવી સંતોષ માન્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં અપશબ્દો બોલવાની ના કહેતા યુવકે આધેડના ગળે ચપ્પુ માર્યું:ચલા કસ્ટમ રોડ પર હુમલો, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, 7 ટાંકા આવ્યા
    Next Article
    દક્ષિણ ગુજરાતની સર્વપ્રથમ જંગલ સફારી સુરતીઓની પહેલી પસંદ:કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ પર ત્રણ દિવસમાં 250 લોકોએ જિપ્સીમાં વાઇલ્ડલાઇફનો રોમાંચ માણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment