Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નની લાલચ આપી યુવકે વારંવાર શરીર સંબંધ બાંધ્યા:યુવતી ગર્ભવતી બની જતા પીડિતાની જાણ બહાર ગર્ભપાતની દવા આપી દેતા યુવતીને મૃત બાળકીને જન્મ આપ્યો, આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા

    9 hours ago

    વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં એક યુવતી સાથે પ્રેમ સંબંધ રાખી લગ્ન કરવાની લાલચ આપીને આરોપીએ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેના કારણે પીડીતાને ગર્ભ રહી ગયો હતો. ત્યારબાદ આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પીડિતાને પેટમા દુખાવો થતા આરોપીએ ગર્ભપાતની દવા આપતા તેને મૃત બાળકી જન્મી હતી. આખરે પીડીતા ફરિયાદ નોંધાવી છે, જેથી ગોરવા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. મૂળ દાહોદ જિલ્લાના બીયામાડી ગામના રહેવાસી આરોપી વિપુલ સોમા વસૈયા હાલ ગોત્રી પાણીની ટાંકી નજીક રહે છે. વિપુલ વસોયા અને પીડિતા છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. આ દરમિયાન આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી પીડિતાને વડોદરાના વિવિધ સ્થળો પર લઈ જઈ તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. વારંવાર દુષ્કર્મ ગુજારવાના કારણે પાંચ મહિના પહેલા ગોરવા પીડિતા ગર્ભવતી બની હતી. જેના કારણે પીડિતાએ વિપુલ વસૈયા સાથે લગ્ન કરવા માંગણી કરી હતી પરંતુ આરોપીએ ઇન્કાર કર્યો અને તેના પર ઉશ્કેરાઈને માર માર્યો હતો ઉપરાંત તેણીને ગર્ભ કાઢી નાખવાની ધમકી પણ આપતો હતો. એટલું જ નહીં, આરોપીએ પીડિતાની જાણ બહાર બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું પણ સામે આવ્યું છે. પીડિતાને પેટમાં દુખાવો થવા લાગતા આરોપીએ દુખાવાની ગોળીઓ હોવાનું કહી પાતની દવા આપી હતી. જે ગર્ભપાત માટેની હોવાનું બાદમાં બહાર આવ્યું હતુ. પીડિતાએ ગોળીઓ લેતા સારવાર દરમિયાન ગર્ભપાત થઈ ગયો અને મૃત હાલતમાં બાળકીનો જન્મ થયો હતો. આ સમગ્ર ઘટનાને લઇ પીડિતાની ફરિયાદના આધારે ગોરવા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આગ:ધૂમાડો ભરાઈ જતાં લોકોને બહાર કાઢવામાં આવ્યા, મેટ્રો સેવા થોડા સમય માટે પ્રભાવિત
    Next Article
    સ્ટર્લિંગ હોસ્પિટલમાં નવી ડાયાલિસિસ સુવિધાની શરૂઆત:દર્દીના પરિવારની સુવિધા અને ગોપનીયતા માટે ખાસ ડિલક્સ સ્યૂટની વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment