Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટર્લિંગ હોસ્પિટલમાં નવી ડાયાલિસિસ સુવિધાની શરૂઆત:દર્દીના પરિવારની સુવિધા અને ગોપનીયતા માટે ખાસ ડિલક્સ સ્યૂટની વ્યવસ્થા

    8 hours ago

    શહેરમાં પેશન્ટ-સેન્ટ્રિક હેલ્થકેર ક્ષેત્રે સ્ટર્લિંગ હોસ્પિટલ્સે તેના ગુરુકુલ યુનિટ ખાતે નવી અપગ્રેડેડ ડાયાલિસિસ સુવિધા શરૂ કરી છે. હોસ્પિટલના પાંચમા માળે આવેલું આ યુનિટ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જે સુરક્ષિત અને આરામદાયક સારવાર માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સુવિધામાં ઊંચી ગુણવત્તાની સારવાર કરવા માટે હાઈ-એન્ડ ડાયાલિસિસ મશીનો અને સ્ટેટ ઓફ ધ આર્ટ સાધનો કાર્યરત છે. દર્દીઓની સાથે તેમના પરિવારજનોની સુવિધા અને ગોપનીયતા માટે બે સ્પેશિયલ ડિલક્સ ફેમિલી સ્યૂટ રૂમ્સ બનાવવામાં આવ્યા છે. સંક્રમિત દર્દીઓ માટે અલગથી નિર્ધારિત ડાયાલિસિસ મશીનો રાખવામાં આવ્યા છે, જેથી ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ જળવાઈ રહે અને દર્દીની સુરક્ષા વધે. આ યુનિટમાં રાત્રિ ડાયાલિસિસ સહિતની સેવાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. અનુભવી નેફ્રોલોજિસ્ટ્સની ટીમ માર્ગદર્શન માટે 24 કલાક હાજર રહેશે. આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સના MD અને CEO સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, આ અપગ્રેડેડ સુવિધા વધુ સુરક્ષિત અને દર્દી-મૈત્રીપૂર્ણ કિડની સારવાર તરફનું એક મોટું પગલું છે, જે ગુરુકુલ ખાતેના કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને પણ મજબૂત બનાવશે. ડિરેક્ટર નેફ્રોલોજી, ડૉ. સોનલ દલાલએ ઉમેર્યું કે, ડેડિકેટેડ ઇન્ફેક્શન કંટ્રોલ અને 24 કલાક ઉપલબ્ધ સેવાઓ દ્વારા અમે દર્દીઓને માત્ર ચોકસાઈભરી સારવાર જ નહીં, પણ વિશ્વાસપૂર્ણ વાતાવરણ પ્રદાન કરીશું.
    Click here to Read More
    Previous Article
    લગ્નની લાલચ આપી યુવકે વારંવાર શરીર સંબંધ બાંધ્યા:યુવતી ગર્ભવતી બની જતા પીડિતાની જાણ બહાર ગર્ભપાતની દવા આપી દેતા યુવતીને મૃત બાળકીને જન્મ આપ્યો, આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા
    Next Article
    Held Hostage By Ex-Girlfriend And Husband, Noida Man Jumps Off 3rd Floor, Dies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment