Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આગ:ધૂમાડો ભરાઈ જતાં લોકોને બહાર કાઢવામાં આવ્યા, મેટ્રો સેવા થોડા સમય માટે પ્રભાવિત

    12 hours ago

    મુંબઈના અંધેરી ઈસ્ટમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટી-2ના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર બુધવારે સાંજે 4:10 વાગ્યે આગ લાગી હતી. અધિકારીઓએ તરત જ લોકોને બહાર કાઢ્યા અને પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. આગ લાગવાને કારણે મેટ્રો એક્વા લાઇન-3ના અંડરગ્રાઉન્ડ કોરિડોરમાં આરે JVLR થી કફ પરેડ વચ્ચે મેટ્રો સેવાઓ થોડા સમય માટે પ્રભાવિત રહી હતી. નગર નિગમના અધિકારીએ જણાવ્યું કે આગ મેટ્રો સ્ટેશનના ટેકનિકલ રૂમમાં લાગી હતી. જોકે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. મેટ્રો સ્ટેશન ધુમાડાથી ભરાઈ ગયું આગ લાગ્યા બાદ ધુમાડો આખા અંડરગ્રાઉન્ડ સ્ટેશન પરિસરમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે ફાયર ફાઈટરોને રાહત અને બચાવ અભિયાન દરમિયાન બ્રીધિંગ ઉપકરણોનો ઉપયોગ કરવો પડ્યો હતો. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) એ તેને ધુમાડાની સામાન્ય ઘટના ગણાવી છે. MMRCL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આજે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)-T2 સ્ટેશન પર ધુમાડાની એક સામાન્ય ઘટના બની હતી, જેના પર સ્થળ પર હાજર ટીમે તરત જ કાબૂ મેળવી લીધો હતો.' 9 એપ્રિલે મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1માં આગ લાગી હતી 9 એપ્રિલે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 પર ગુરુવારે સાંજે આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાવર હાઉસના સીલિંગ લેવલ સુધી જ રહી હતી. ત્યાં હાજર ઇલેક્ટ્રિક ટ્રે, વાયરિંગ, કેબલ, ઇન્સ્ટોલેશન અને ઇલેક્ટ્રિક પેનલ બળી ગયા હતા. ------------------------------------------------- એરપોર્ટ પર આગ સંબંધિત અગાઉની ઘટનાઓ… દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર બસમાં આગ:એર ઇન્ડિયાનું એક વિમાન નજીકમાં ઊભું હતું; કોઈ ઘાયલ થયાના અહેવાલ નહીં મંગળવારે બપોરે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર એર ઇન્ડિયાના વિમાનથી થોડા મીટર દૂર ઉભેલી બસમાં અચાનક આગ લાગી ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડની હતી, જે ઘણી એરલાઇન્સ માટે ગ્રાઉન્ડ સર્વિસીસ પૂરી પાડતી કંપની છે. આગ લાગી ત્યારે બસમાં કોઈ મુસાફર નહોતા. કોઈ ઘાયલ થયું છે કે નહીં તે સ્પષ્ટ નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં બસ સંપૂર્ણપણે આગમાં લપેટાયેલી જોવા મળે છે. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવ્યો છે. તપાસ ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદે પંજાબને 236 રનનો ટાર્ગેટ આપ્યો:ક્લાસેન-કિશનની ક્લાસિક બેટિંગ જોવા મળી, PBKSને ત્રણ કેચ ડ્રોપ મોંઘા પડી શકે
    Next Article
    લગ્નની લાલચ આપી યુવકે વારંવાર શરીર સંબંધ બાંધ્યા:યુવતી ગર્ભવતી બની જતા પીડિતાની જાણ બહાર ગર્ભપાતની દવા આપી દેતા યુવતીને મૃત બાળકીને જન્મ આપ્યો, આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment