Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભલગામ ટોલનાકા પર ટ્રકે રિવર્સ લેતા અકસ્માત:લગ્ન પ્રસંગે જતા પરિવારની કારને નુકસાન, જાનહાનિ ટળી

    11 hours ago

    રાધનપુર નજીક ભલગામ ટોલનાકા પર એક ટ્રક ચાલકે અચાનક ટ્રક રિવર્સ લેતા પાછળ ઉભેલી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સુરેન્દ્રનગરનો એક પરિવાર લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો, જે સદભાગ્યે સુરક્ષિત રહ્યો હતો. સુરેન્દ્રનગરની રાજચંદ્ર હોસ્પિટલ પાછળ રહેતા ચિરાગભાઈ નિમાવત પોતાના પરિવાર સાથે વડગામ રાધનપુર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. ભલગામ ટોલ બૂથ પાસે રાજસ્થાન પાસિંગના ટ્રક ચાલકે અચાનક ટ્રક રિવર્સ લીધો હતો. જેના કારણે ટ્રક પાછળ ઉભેલી કારના બોનેટ પર ચડી ગયો હતો. ટ્રક ચાલકની ભૂલને કારણે થયેલા આ અકસ્માતમાં પરિવારજનો તરત જ કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ટોલ પર હાજર કર્મચારીઓએ તેને પકડી પાડ્યો હતો. ટોલ કર્મચારીઓએ તાત્કાલિક રાધનપુર પેટ્રોલિંગ પોલીસને જાણ કરી હતી અને ટ્રક ચાલકને પોલીસના હવાલે કર્યો હતો. પરિવારજનોએ ટોલ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
    Click here to Read More
    Previous Article
    બોડકદેવના બે પ્લોટના વેચાણથી 365 કરોડની આવક:કોર્પોરેશનની માલિકીના પ્લોટની જાહેર હરાજીથી AMCની તિજોરી છલકાઈ
    Next Article
    ડભોડા પોલીસની ટેકનિકલ સફળતા:તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ 3.16 લાખના 13 મોબાઈલ શોધીને નાગરિકોને પરત અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment