Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડભોડા પોલીસની ટેકનિકલ સફળતા:તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ 3.16 લાખના 13 મોબાઈલ શોધીને નાગરિકોને પરત અપાયા

    10 hours ago

    ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને મોબાઈલ ગુમાવી બેઠેલા નાગરિકો માટે ડભોડા પોલીસ દેવદૂત સાબિત થઈ છે. પોલીસ દ્વારા ભારત સરકારના CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને છેલ્લા કેટલાક સમયમાં ગુમ થયેલા રૂ.3.16 લાખની કિંમતના 13 મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. દહેગામ ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનના સીધા માર્ગદર્શન હેઠળ ડભોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ચૌહાણે ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ જયેશકુમાર અને આઈટી એક્સપર્ટ ધ્રુવભાઈ જોષીની મહેનત રંગ લાવી હતી. 5 વર્ષમાં 95 મોબાઈલ ફોન રિકવર કરાયા ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ 2022થી અત્યાર સુધીમાં કુલ 95 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત રૂ. 17.57 લાખ જેટલી થાય છે. જેમાં વર્ષ 2022માં 7 ફોન, 2023માં 12 ફોન, 2024માં સૌથી વધુ 36 ફોન અને વર્ષ 2025માં 33 મોબાઈલ પરત અપાયા હતા. ચાલુ વર્ષ 2026માં પણ 1 મે સુધીમાં 10 મોબાઈલ ફોન શોધીને લોકોની કિંમતી મૂડી સુરક્ષિત કરવામાં આવી છે. મોબાઈલ ફોન ટ્રેસ કરવા હવે સરળ બન્યા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા CEIR પોર્ટલના કારણે ટેકનોલોજીની મદદથી ગુમ થયેલા મોબાઈલ ફોન ટ્રેસ કરવા હવે સરળ બન્યા છે. ડભોડા પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી અરજદારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને તેઓએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણે જણાવ્યું હતું કે, પોલીસ હંમેશા નાગરિકોની સેવા અને સુરક્ષા માટે તત્પર છે.
    Click here to Read More
    Previous Article
    ભલગામ ટોલનાકા પર ટ્રકે રિવર્સ લેતા અકસ્માત:લગ્ન પ્રસંગે જતા પરિવારની કારને નુકસાન, જાનહાનિ ટળી
    Next Article
    ડેબિટ કાર્ડ રિન્યુઅલના નામે છેતરપિંડી:ઘોડદોડ રોડના વેપારીને આરોપીએ બેંક મેનેજરની ઓળખ આપી, લિંક મોકલી ખાતામાંથી 2.30 લાખ ઉપાડી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment