Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના બે સક્રિય વ્યક્તિઓ પર જીવલેણ હુમલો:​જૂનાગઢમાં ભાજપના બે કાર્યકરો પર ધોળા દિવસે હુમલો; ધારાસભ્ય સંજય કોરડીયા પર ગંભીર આક્ષેપો, ધારાસભ્યએ કહ્યું - "હું ગાંધીનગર મિટિંગમાં છું."

    3 days ago

    જૂનાગઢમાં આજે ભાજપના આંતરિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. સોશિયલ મીડિયામાં ધારાસભ્ય વિરુદ્ધ ટિપ્પણી કરવાના મામલે ભાજપના બે સક્રિય કાર્યકરો પર ધોળા દિવસે જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર (મુન્નાભાઈ) ઓડેદરા અને સક્રિય કાર્યકર તુષાર સોજીત્રા પર અજાણ્યા શખ્સોએ પાઈપ અને ખુરશી વડે હુમલો કરતા બંનેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સવારથી જ જૂનાગઢ ભાજપના વોટ્સએપ ગ્રુપોમાં ધારાસભ્ય સંજય કોરડીયાની કામગીરી અને ભ્રષ્ટાચાર મામલે કાર્યકરો દ્વારા નામજોગ ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી. તુષાર સોજીત્રા અને નરેન્દ્ર ઓડેદરાએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. આ વિવાદ એટલો વકર્યો કે બપોરના સમયે જ્યારે બંને કાર્યકરો નરસિંહ મહેતા તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ તેમને આંતરીને હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત કાર્યકર નરેન્દ્ર ઓડેદરાએ હોસ્પિટલના બિછાનેથી આક્ષેપ કર્યો હતો કે, "મેં ગ્રુપમાં મેસેજ મૂક્યો તે બાદ કોર્પોરેટર સંજય મણવરે મને ધમકી આપી હતી કે તું તારી સેફ્ટીમાં રહેજે. ત્યારબાદ હુમલાખોરોએ હુમલો કરતા સમયે સ્પષ્ટ કહ્યું હતું કે અમને સંજય કોરડીયા અને સંજય મણવરે જ તને પતાવી દેવા માટે મોકલ્યો છે." કાર્યકરોનો દાવો છે કે નેતાઓની પોલ ખોલતા મેસેજ વાયરલ થવાના ડરથી આ કાવતરું ઘડાયું છે. હુમલાની ઘટના અત્યંત ભયાનક હતી. હુમલાખોરોથી બચવા માટે નરેન્દ્રભાઈ મર્કન્ટાઈલ બેંકની અંદર દોડી ગયા હતા, પરંતુ હુમલાખોરો ત્યાં પણ પાછળ પહોંચી ગયા હતા અને આડેધડ પાઈપના ફટકા માર્યા હતા. તુષાર સોજીત્રા પર પણ રસ્તા વચ્ચે પાઈપ અને પ્લાસ્ટિકની ખુરશી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે જ્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "હાલ હું ગાંધીનગર કમલમ ખાતે મિટિંગમાં વ્યસ્ત છું. મને આ ઘટના અંગે કોઈ જાણકારી નથી અને મારા પર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. શાસક પક્ષના જ કાર્યકરો દ્વારા ધારાસભ્ય પર હુમલો કરાવ્યાના આક્ષેપો થતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. હાલમાં બંને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને પોલીસે હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ ભાજપમાં સર્જાયેલી આ જૂથબંધી અને હિંસક વળાંક હવે કેવું સ્વરૂપ લે છે તે જોવાનું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ઉનાળાના 10 દિવસ અમદાવાદીઓને ઓછું પાણી અપાશે, 39 વિસ્તારોને અસર:નર્મદા કેનાલના પાણીમાં ઘટાડો કરી બોરવેલ ચલાવાશે, નહેરના રિપેરિંગ સમયે લેવલ વધઘટ થતાં જથ્થો ઘટશે
    Next Article
    ગુજરાત હાઇકોર્ટનો સ્ટેટ્સ કવો જાળવવા હુકમ:બોટાદના નાગલપર અને ઢીંકણીયાના ગામમાં રહેવાસીઓ વચ્ચે તળાવને લઈને મતભેદ, ઓથોરિટીએ અમુક ભાગ તોડવા શરૂઆત કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment