Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઇકોર્ટનો સ્ટેટ્સ કવો જાળવવા હુકમ:બોટાદના નાગલપર અને ઢીંકણીયાના ગામમાં રહેવાસીઓ વચ્ચે તળાવને લઈને મતભેદ, ઓથોરિટીએ અમુક ભાગ તોડવા શરૂઆત કરી હતી

    3 days ago

    ગુજરાત હાઇકોર્ટમાં બોટાદથી 41 ખેડૂતો દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરાઈ હતી કે બોટાદ જિલ્લાના નાગલપર ગામમાં વર્ષ 1970માં ખેડૂતો અને પંચાયતના સહયોગથી પાણીની અછત દૂર કરવા માટે માટીનો પાળો બનાવીને એક તળાવ બનાવવામાં આવ્યું હતું. નર્મદાના પાણીથી તળાવ ભરવા વાલ્વ મૂકવામાં આવ્યો હતો આ તળાવ સિંચાઈ માટે મહત્વનું હોવાથી, સરકારની સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી તેને ભરવા માટે વાલ્વ પણ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2026માં નર્મદા અને સિંચાઈ વિભાગ દ્વારા આશરે 3 લાખના ખર્ચે આ માટીનો પાળો હટાવવાનો આદેશ આપ્યો છે. ખેડૂતોને ડર છે કે જો આ પાળો હટાવવામાં આવશે, તો વરસાદી પાણી તળાવમાં જમા થવાને બદલે વહી જશે અને તળાવ સુકાઈ જશે. ગ્રામ પંચાયતની તળાવ જાળવી રાખવા ઓથોરિટીને રજૂઆતો પડોશી ગામ ઢીંકણીયાના કેટલાક ખેડૂતો આ તળાવ હટાવવાની માંગ કરી રહ્યા છે, કારણ કે તળાવ ઓવર ફલો થતા તેમની જમીનોને નુકશાન થાય છે. જ્યારે નાગલપરના ખેડૂતો અને ગ્રામ પંચાયતે આ તળાવ જાળવી રાખવા ઓથોરિટી સમક્ષ રજૂઆતો કરી છે. હાઇકોર્ટે સ્ટેટસ કેવો જાળવી રાખવા માટે હુકમ કર્યો આજે ગુજરાત હાઇકોર્ટને જણાવ્યું હતું કે, વર્તમાનમાં આ કાર્ય રોકી દેવામાં આવ્યું છે. કાર્ય ફક્ત તળાવની ઊંચાઈ ઘટાડવા કરાઈ રહ્યું હતું. જેથી ગુજરાત હાઇકોર્ટે સ્ટેટસ કેવો જાળવી રાખવા માટે હુકમ કર્યો છે. વધુમાં પક્ષકાર તરીકે બોટાદ જિલ્લા કલેક્ટરને જોડવા હુકમ કર્યો છે. આ અંગે વધુ સુનવણી 16 જૂને યોજાશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના બે સક્રિય વ્યક્તિઓ પર જીવલેણ હુમલો:​જૂનાગઢમાં ભાજપના બે કાર્યકરો પર ધોળા દિવસે હુમલો; ધારાસભ્ય સંજય કોરડીયા પર ગંભીર આક્ષેપો, ધારાસભ્યએ કહ્યું - "હું ગાંધીનગર મિટિંગમાં છું."
    Next Article
    बिजनौर की काशीराम कालोनी में नया मामला, पुलिस फोर्स मौके पर #Nabeel Akhtar News#

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment