Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળાના 10 દિવસ અમદાવાદીઓને ઓછું પાણી અપાશે, 39 વિસ્તારોને અસર:નર્મદા કેનાલના પાણીમાં ઘટાડો કરી બોરવેલ ચલાવાશે, નહેરના રિપેરિંગ સમયે લેવલ વધઘટ થતાં જથ્થો ઘટશે

    3 days ago

    ઉનાળાના 10 દિવસ દરમિયાન અમદાવાદીઓને ઓછું પાણી આપવામાં આવશે. અમદાવાદીઓને પૂરા પાડવામાં આવતા નર્મદા નહેરના પાણીમાં ઘટાડો કરવામાં આવશે અને બોરવેલ ચલાવવામાં આવશે જેથી પાણીમાં વધઘટ થવાની સંભાવના હોવાના પગલે લોકોને ઓછા પ્રેશરથી અને ઓછું પાણી મળશે. રિપેરિંગ કામ દરમિયાન નહેરના લેવલમાં જરૂર મુજબ વધઘટ કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના જણાવ્યા મુજબ સરદાર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત નહેરના આર.સી.સી. લાઇનિંગમાં થયેલા નુકશાનને રીપેરીંગ અને મરામત નિભાવના કાર્ય માટે આગામી 10 દિવસ સુધી નહેરના લેવલમાં જરૂર મુજબ વધઘટ કરવામાં આવશે. જેના પરિણામે કોતરપુર વોટર વર્કસ ખાતે મળતા પાણીના જથ્થામાં ઘટાડો થશે અને કોતરપુર વોટર વર્ક્સ ખાતે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે નહીં. કોતરપુર વોટર વર્ક્સમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ થઈ શકશે નહીં. જેથી શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીની અછત સર્જાશે. આ પરિસ્થિતિમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે જરૂર મુજબ બોરવેલ ચલાવી ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર પાણીનું વિતરણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં માતા-પ્રેમી સાથે મળી પરિણીતાએ પતિની હત્યા કરી:હાથ બાંધી મૃતદેહ સળગાવ્યો, 'ૐ'ના છૂંદણાથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી, ત્રણેયની ધરપકડ
    Next Article
    ભાજપના બે સક્રિય વ્યક્તિઓ પર જીવલેણ હુમલો:​જૂનાગઢમાં ભાજપના બે કાર્યકરો પર ધોળા દિવસે હુમલો; ધારાસભ્ય સંજય કોરડીયા પર ગંભીર આક્ષેપો, ધારાસભ્યએ કહ્યું - "હું ગાંધીનગર મિટિંગમાં છું."

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment