Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં માતા-પ્રેમી સાથે મળી પરિણીતાએ પતિની હત્યા કરી:હાથ બાંધી મૃતદેહ સળગાવ્યો, 'ૐ'ના છૂંદણાથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી, ત્રણેયની ધરપકડ

    3 days ago

    મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પરથી મળી આવેલી અર્ધબળેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. કોઈ હિન્દી ફિલ્મી સ્ટોરી જેવી આ ઘટનામાં પત્નીએ જ પોતાના પ્રેમી અને સગી માતા સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું હતી સમગ્ર ઘટના? ગત 28 એપ્રિલના રોજ ઢુવા-માટેલ રોડ પર આવેલ રેસી સિરામિક પાસેની અવાવરુ જગ્યામાંથી એક પુરુષની અર્ધબળેલી લાશ મળી આવી હતી. મૃતકના હાથ બાંધેલા હોવાથી પ્રથમ દ્રષ્ટિએ જ આ હત્યા હોવાની શંકા ગઈ હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ પુષ્ટિ થઈ કે યુવકની હત્યા ચાર દિવસ પહેલા જ કરી દેવામાં આવી હતી અને પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવવામાં આવી હતી. 'ૐ'ના નિશાને ખોલ્યો ઓળખનો માર્ગ વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના જણાવ્યા મુજબ, લાશ એટલી હદે બળી ગઈ હતી કે ઓળખ કરવી મુશ્કેલ હતી. પરંતુ મૃતકના હાથ પર ત્રોફાવેલું 'ૐ' નું નિશાન પોલીસ માટે મહત્વની કડી સાબિત થયું. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કોલ ડિટેલ્સ (CDR) ના આધારે તપાસ કરતા મૃતકની ઓળખ મધ્યપ્રદેશના રહેવાસી છગનભાઈ પાંચિયાભાઈ નિનામા તરીકે થઈ હતી. ત્રણ વર્ષ જૂની ખટરાગ અને હત્યાનું કાવતરું તપાસમાં બહાર આવ્યું કે મૃતક છગનભાઈ અને તેની પત્ની સુમન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી સુમન તેના પતિને છોડીને તેના બે સંતાનો સાથે પ્રેમી પવનકુમાર નિનામા (જે સિરામિકમાં કોન્ટ્રાક્ટર છે) સાથે રહેતી હતી. તાજેતરમાં ગેસ કટોકટીને કારણે કારખાના બંધ થતા સુમન વતન ગઈ હતી, જ્યાં તેણે પ્રેમી પવન સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. યોજના મુજબ સુમન તેના પતિ છગનભાઈ અને માતા દેવલીબાઈને સાથે લઈને મોરબી આવી. રસ્તામાં પવનકુમાર નિનામાએ પાછળથી દોરી વડે છગનભાઈનું ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખી. પાપ છુપાવવા માટે તે જ દિવસે લાશને સળગાવી દેવામાં આવી હતી. પોલીસે આરોપીઓને જેલહવાલે કર્યા એલસીબી પીઆઈ આર.સી. ગોહિલ અને સ્થાનિક પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં આ ભેદ ઉકેલીને નીચે મુજબના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે:
    Click here to Read More
    Previous Article
    ગીરમાં મિનિ વાવાઝોડું:9 જિલ્લામાં વરસાદનો ખતરો, ગુજરાતમાં 1 જૂનથી વસતી ગણતરી, ધો.10માં ગણિત, વિજ્ઞાનમાં 2 લાખથી વધુ વિદ્યાર્થી નાપાસ
    Next Article
    ઉનાળાના 10 દિવસ અમદાવાદીઓને ઓછું પાણી અપાશે, 39 વિસ્તારોને અસર:નર્મદા કેનાલના પાણીમાં ઘટાડો કરી બોરવેલ ચલાવાશે, નહેરના રિપેરિંગ સમયે લેવલ વધઘટ થતાં જથ્થો ઘટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment