Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરમાં મિનિ વાવાઝોડું:9 જિલ્લામાં વરસાદનો ખતરો, ગુજરાતમાં 1 જૂનથી વસતી ગણતરી, ધો.10માં ગણિત, વિજ્ઞાનમાં 2 લાખથી વધુ વિદ્યાર્થી નાપાસ

    3 days ago

    ધો.10નું સૌથી ઉંચુ 83.86% પરિણામ નોંધાયું આજે ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. 83.86 % પરિણામ સાથે આ વર્ષે સૌથી ઉંચું પરિણામ નોોંધાયું. જો કે ગણિત- વિજ્ઞાનમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફેલ થયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પહેલી જૂનથી રાજ્યમાં વસતી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે રાજ્યમાં પહેલી જૂનથી વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન મકાન, રહેણાંક એકમ તેમજ ઘરેલુ માહિતી એકત્રિત કરાશે અને પરિવારદીઠ આશરે 33 સવાલો પૂછવામાં આવશે. 17 મેથી લોકો જાતે પણ માહિતી નોંધાવી શકશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 3,936 કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 3,936 કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ધોલેરામાં દેશનું પહેલું ગેલિયમ નાઇટ્રાઇડ આધારિત Micro-LED યુનિટ બનશે. આનાથી 2,200થી વધુ યુવાનોને રોજગારી મળશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજથી 3 દિવસીય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને આજથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની 3 દિવસીય બેઠક.. 15 મનપા, 84 ન.પા, 34 જિ.પં. અને 260 તા.પંચાયતો માટે પદાધિકારીઓની પસંદગી પર બેઠકમાં ચર્ચા કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રિક વિસ્તારમાંથી ઝડપાઈ બિનવારસી પાકિસ્તાની બોટ કચ્છના ક્રિક વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની બોટ ઝડપી.બોટમાંથી માછીમારીનો સામાન નીકળ્યો.. જો કે ઘટના બાદ તપાસ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. છેલ્લા 4 દિવસમાં દરિયાકાંઠેથી ડ્રગ્સના 47 પેકેટ અને ડ્રોનનો કાટમાળ મળી આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 3 ISIS આતંકવાદી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ NIAએ 3 ISIS આતંકવાદી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. આતંકીઓનો એરંડાના બીજમાંથી સાઇનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગિફ્ટ સીટીમાં 400 કરોડ રુ.ની ઠગાઈ ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ નામની કંપની રોકાણકારોના 400 કરોડ રૂપિયા લઈને રફુચક્કર થઈ.. ડેટા સ્પેસમાં રોકાણ કરવાના નામે દર મહિને 5 ટકા વળતર આપવાની લાલચ આપી હતી....અંદાજે 33 હજાર રોકાણકારો આ ઠગાઈનો શિકાર બન્યા હોવાની આશંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વરાછામાંથી ઝડપાયું ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ સુરતના વરાછાની મમતા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાંથી ઝડપાયું ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ. કોઈ ડોક્ટર કે નર્સ નહીં પણ ફાર્માસિસ્ટ આ ગોરખધંધો કરતો હતો. અગાઉ 2025માં પણ તે આ જ ગુનામાં પકડાયો હતો. જામીન પર છૂટી ફરી તેણે આ જ કામ શરુ કરી દીધું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાનપુરમાં પોલીસકર્મીની દાદાગીરી સીસીટીવીમાં કેદ અમદાવાદના ખાનપુરમાં પોલીસકર્મીની દાદાગીરી.. મુસ્લિમ ઘાંચી ભવનમાં રૂમ ન આપતા કર્મચારીને ગાળો આપી વાળ પકડીને આઠ ફડાકા મારી દિવલમાં માથું અથડાવ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગીર પંથકમાં મીની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો ગીર પંથકમાં મીની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો. કમોસમી વરસાદને કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન જવાની આશંકા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા હજુ વાતાવરણમાં અસ્થિરતા રહી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આગ:કોઈ જાનહાનિના સમાચાર નથી, આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવાઈ રહ્યું છે
    Next Article
    મોરબીમાં માતા-પ્રેમી સાથે મળી પરિણીતાએ પતિની હત્યા કરી:હાથ બાંધી મૃતદેહ સળગાવ્યો, 'ૐ'ના છૂંદણાથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી, ત્રણેયની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment