Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળાનો એક મહિનો અમદાવાદીઓને ઓછું પાણી અપાશે, આ વિસ્તારોને અસર:નર્મદા કેનાલના પાણીમાં ઘટાડો કરી બોરવેલ ચલાવાશે, નહેરના રિપેરિંગ સમયે લેવલ વધઘટ થતાં જથ્થો ઘટશે

    9 hours ago

    આગામી ઉનાળાના એક મહિના દરમિયાન અમદાવાદીઓને ઓછું પાણી આપવામાં આવશે. અમદાવાદીઓને પૂરા પાડવામાં આવતા નર્મદા નહેરના પાણીમાં ઘટાડો કરવામાં આવશે અને બોરવેલ ચલાવવામાં આવશે જેથી પાણીમાં વધઘટ થવાની સંભાવના હોવાના પગલે લોકોને ઓછા પ્રેશરથી અને ઓછું પાણી મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના જણાવ્યા મુજબ સરદાર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત નહેરના આર.સી.સી. લાઇનિંગમાં થયેલા નુકશાનને રીપેરીંગ અને મરામત નિભાવના કાર્ય માટે આગામી 10 દિવસ સુધી નહેરના લેવલમાં જરૂર મુજબ વધઘટ કરવામાં આવશે. જેના પરિણામે કોતરપુર વોટર વર્કસ ખાતે મળતા પાણીના જથ્થામાં ઘટાડો થશે અને કોતરપુર વોટર વર્ક્સ ખાતે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે નહીં. કોતરપુર વોટર વર્ક્સમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ થઈ શકશે નહીં. જેથી શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીની અછત સર્જાશે. આ પરિસ્થિતિમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે જરૂર મુજબ બોરવેલ ચલાવી ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર પાણીનું વિતરણ કરવામાં આવશે. આ વિસ્તારોને અસર થશે સાબરમતી ચાંદખેડા રાણીપ નવા વાડજ સરદાર પટેલ સ્ટેડિયમ વાસણા પાલડી નવરંગપુરા શાહપુર દરીયાપુર કાલુપુર જમાલપુર ખાડીયા સરદારનગર નરોડા કુબેરનગર સૈજપુર બોઘા ઠક્કરબાપાનગર વટવા લાંભા નારોલ મણીનગર ઇસનપુર ઘોડાસર નિકોલ વિરાટ નગર ગોમતીપુર ઓઢવ શાહીબાગ અસારવા દિલ્હી દરવાજા દાણીલીમડા બહેરામપુરા ઇન્ડિયા કોલોની રામોલ હાથીજણ ભાઈપુરા હાટકેશ્વર ખોખરા
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 17 વર્ષીય સગીરનો અગમ્ય કારણોસર આપઘાત:ઘરમાં ભત્રીજાને લટકતો જોઈ કાકાના પગ તળેથી જમીન સરકી ગઈ, દીકરાના મોતથી પરિવારજનોનું હૈયાફાટ રૂદન
    Next Article
    ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ:રથયાત્રાના રૂટ પર લગાવાતી કેસરિયા ધ્વજા બનાવવા સહિતની કામગીરી શરુ, વૈશાખ સુદ ત્રીજે રથનું પૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment