Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગતના નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ દરિયાપુર પહોંચ્યા:પડી જવાથી યુવકને ગંભીર ઈજા, અકસ્માત, બેભાન સહિતના 41 ઈમરજન્સી કેસ નોંધાયા

    1 day ago

    જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે. ભગવાનના ત્રણેય રથ હાલ સરસપુર પહોંચ્યા છે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ‘નંદીઘોષ’માં બિરાજી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. સાથે ‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી અને ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી પણ છે. ભગવાન ભક્તોના દ્વારે પહોંચ્યા ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. રથયાત્રા નિયત સમયથી એક કલાક મોડી ચાલી રહી છે અને ગોકળગાયની ગતિથી આગળ વધી રહી છે. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રનું સરસપુરમાં મામેરું ભરાયું છે. આ પણ વાંચો: પાટણમાં ભગવાન જગન્નાથની 144મી ભવ્ય રથયાત્રા રથયાત્રાની તસવીર
    Click here to Read More
    Previous Article
    પુરી જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, 1 વ્યક્તિનું મોત:100થી વધુ ઘાયલ, ભારે વરસાદ વચ્ચે યાત્રા રૂટ પર 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હાજર
    Next Article
    બોટાદના નાગનેશ ગામે ધોધમાર વરસાદ:ખેતરોમાં પાણી વહેતા થયા, અન્ય ગામોમાં પણ માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment