Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિતેશભાઈ માંડવીયાનો જન્મદિવસ: ગૌવંશને લાપસી પીરસી ઉજવણી:જય સોમનાથ ગૌ સેવા હોસ્પિટલ ખાતે જય ભગવાન ગ્રુપ દ્વારા

    10 hours ago

    જય ભગવાન ગૌસેવા ગ્રુપના સભ્ય હિતેશભાઈ માંડવીયાનો જન્મદિવસ જય સોમનાથ ગૌ સેવા હોસ્પિટલ ખાતે ગૌવંશને લાપસી અને લીલો ચારો પીરસીને ઉજવાયો હતો. આ પ્રસંગે ગોર મહારાજ ભરતભાઈ જોશીની ઉપસ્થિતિમાં ગૌવંશનું પૂજન પણ કરાયું હતું. જન્મદિવસ નિમિત્તે ગૌવંશ માટે મકાઈ ખોળ, કપાસીયા ખોળ, માંડવીના ખોળ, ગોળ, તલ અને દાળિયા સહિતની મિશ્રિત લાપસી તૈયાર કરવામાં આવી હતી. આ લાપસી જય સોમનાથ ગૌ સેવા હોસ્પિટલ ખાતે બીમાર, અપંગ, ઓપરેશન થયેલા અને અકસ્માતગ્રસ્ત ગૌવંશને પીરસવામાં આવી હતી. જય ભગવાન ગૌસેવા મિત્ર મંડળ છેલ્લા ઘણા વર્ષોથી ગૌસેવાના કાર્યોમાં સક્રિય છે. ગ્રુપના સભ્યો દર રવિવારે સવારે ચોરવાડ, વેરાવળ, છાત્રોડા, સુપાસી અને સોમનાથ સહિતની ગૌશાળાઓમાં રૂબરૂ જઈને ખોળ, કપાસ, ભુસુ, તલ, દાળિયા, રેવડી અને તેલ મિશ્રિત લાપસી બનાવી ગૌવંશને પીરસે છે. હિતેશભાઈ માંડવીયા સામાજિક, ધાર્મિક અને અબોલ જીવોની સેવામાં પણ અગ્રેસર રહે છે. તેઓ શ્રી લોહાણા મહાજનના કારોબારી સભ્ય છે અને શ્રીરામ ગૌસ્વામંડળ, જલારામ મંદિર, જલારામ અન્ન ક્ષેત્ર, જલારામ મિત્ર મંડળ સહિતની સંસ્થાઓમાં સેવાભાવથી જોડાયેલા છે. આજના કાર્યક્રમમાં જય ભગવાન ગ્રુપના તમામ સભ્યોએ ગૌવંશની સેવામાં સહભાગી બનીને યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ફૂડ વિભાગની કાર્યવાહી:અખાદ્ય વસ્તુ વેચવા બદલ 4 પેઢીઓને ₹1.21 લાખનો દંડ ફટકાર્યો
    Next Article
    ગુજરાત-રાજસ્થાનમાં સામાજિક સેવા માટે આશિષ ઘેસાણીનું સન્માન:'NextGen Icon Awards 2026' દ્વારા 'Best Social Worker' એવોર્ડથી સન્માનિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment