Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત-રાજસ્થાનમાં સામાજિક સેવા માટે આશિષ ઘેસાણીનું સન્માન:'NextGen Icon Awards 2026' દ્વારા 'Best Social Worker' એવોર્ડથી સન્માનિત

    13 hours ago

    આશિષ ઘેસાણીને ગુજરાત અને રાજસ્થાનમાં તેમના ઉત્કૃષ્ટ સામાજિક સેવાકાર્ય માટે “NextGen Icon Awards 2026” દ્વારા “Best Social Worker” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. માતોશ્રી વૃદ્ધાશ્રમની સેવાઓને ધ્યાનમાં રાખીને એવોર્ડ આ એવોર્ડ બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી હુમા કુરેશી દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન ખાસ કરીને તેમના દ્વારા સંચાલિત માતોશ્રી વૃદ્ધાશ્રમની સેવાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. માતોશ્રી વૃદ્ધાશ્રમની કુલ 4 શાખાઓ દ્વારા નિરાધાર અને નિસંતાન વડીલોને સંપૂર્ણપણે નિ:શુલ્ક સેવા, રહેવા-જમવાની સુવિધા અને આરોગ્ય સંભાળ આપવામાં આવે છે. તે ઉપરાંત, તેમના દ્વારા ચલાવવામાં આવતો “પ્રોજેક્ટ રોશની” પણ સમાજમાં ખુબ મહત્વનો ઉપક્રમ છે, જેના અંતર્ગત ગુજરાતના વડીલોને મોતિયા બિંદ (Cataract)નું ઓપરેશન તદ્દન નિ:શુલ્ક કરવામાં આવે છે. સંસ્થા A J Charitable Trust ટૂંક સમયમાં પ્રાણીઓ, ખાસ કરીને કૂતરાઓ માટે સુરતમાં એક ફ્રી શેલ્ટર હોમ શરૂ કરવા જઈ રહી છે. જેમાં જીવદયા અને સંરક્ષણ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આશિષ ઘેસાણીનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ છે અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે આવા યુવા સમાજસેવક રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હિતેશભાઈ માંડવીયાનો જન્મદિવસ: ગૌવંશને લાપસી પીરસી ઉજવણી:જય સોમનાથ ગૌ સેવા હોસ્પિટલ ખાતે જય ભગવાન ગ્રુપ દ્વારા
    Next Article
    ખેડૂતોને બીજ ઉત્પાદન પર MSP+25% ભાવ મળે:કિસાન મોરચા પ્રમુખની ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment