Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને બીજ ઉત્પાદન પર MSP+25% ભાવ મળે:કિસાન મોરચા પ્રમુખની ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત

    2 days ago

    ગુજરાત પ્રદેશ કિસાન ભાજપ પ્રમુખ હિરેન હીરપરાએ રાજ્ય સરકાર સમક્ષ બીજ ઉત્પાદક ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રજૂઆત કરી છે. તેમણે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ખરીદવામાં આવતા બીજ ઉત્પાદન માટે "વર્તમાન MSP + 25 ટકા" ભાવ નક્કી કરવાની માંગ કરી છે. અમરેલી જિલ્લાના અને ગુજરાત કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ હિરેન હીરપરાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય બીજ નિગમ ખેડૂતો પાસેથી વિવિધ પાકોના બીજ ખરીદી તેનું વિતરણ કરે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ખાતર, દવાઓ, ડીઝલ, વીજળી, સિંચાઈ અને ખેત મજૂરીના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે બીજ ઉત્પાદન કરતા ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ, ભારતીય જનતા કિસાન મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાની આગેવાનીમાં ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં ખેડૂતોને પોષણક્ષમ અને ન્યાયસંગત ભાવ મળી રહે તે માટે "વર્તમાન MSP + 25 ટકા" મુજબ ભાવ નક્કી કરવાની ભલામણ કરાઈ છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન જણાવાયું કે, ખેડૂતોને યોગ્ય ભાવ મળશે તો તેઓ વધુ ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન માટે પ્રોત્સાહિત થશે, જેનાથી સમગ્ર કૃષિ વ્યવસ્થા મજબૂત બનશે. આ ઉપરાંત, ખેત મજૂરી સાથે સંકળાયેલા શ્રમિક વર્ગને પણ પરોક્ષ રીતે રોજગારી અને આવકનો લાભ મળશે. ગ્રામ્ય અર્થતંત્રને ગતિ આપવા માટે આ પ્રકારનો નિર્ણય ખેડૂતો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. ભારતીય જનતા કિસાન મોરચા ગુજરાત સતત ખેડૂતોના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરી રહ્યું છે અને રાજ્ય સરકાર ખેડૂત હિતમાં સંવેદનશીલતાપૂર્વક સકારાત્મક નિર્ણય લેશે તેવી આશા હિરેન હીરપરાએ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત-રાજસ્થાનમાં સામાજિક સેવા માટે આશિષ ઘેસાણીનું સન્માન:'NextGen Icon Awards 2026' દ્વારા 'Best Social Worker' એવોર્ડથી સન્માનિત
    Next Article
    'બંગાળની જીત એ દેશને સૌથી મોટી ભેટ':'જે રાજ્યમાં દેશભક્તિના ગીતોની રચના થાય તે દેશવિરોધી ગતિવિધિઓનું કેન્દ્ર બની રહ્યું હતું', એમપીના કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીયનો પ્રહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment