Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બંગાળની જીત એ દેશને સૌથી મોટી ભેટ':'જે રાજ્યમાં દેશભક્તિના ગીતોની રચના થાય તે દેશવિરોધી ગતિવિધિઓનું કેન્દ્ર બની રહ્યું હતું', એમપીના કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીયનો પ્રહાર

    7 hours ago

    ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી અને મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીય વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. સુરતના એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ પરત જઈ રહ્યા હતા દરમિયાન વડોદરા ખાતે બંગાળની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની દેશને સૌથી મોટી ભેટ ગણાવી હતી. બંગાળ દેશવિરોધી પ્રવૃત્તિઓને આશરો આપવાનું કેન્દ્ર બન્યું હતું કૈલાસ વિજયવર્ગીયએ બંગાળની મમતા બેનર્જી ઉપર નિશાન સાધ્યુું હતું કે જે રાજ્યમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવિન્દ્રનાથ ટાગોર દેવા દેશભક્તોએ દેશભક્તિના ગીતોની રચના કરી હતી. તે પ્રદેશ હાલમાં દેશ વિરોધી ગતિવિધિ કરનાર તત્વોને આશરો આપતું કેન્દ્ર બન્યું હતું. સીમાવર્તી રાજ્યોમાં રાષ્ટ્રવાદી વિચારધારાવાળી સરકાર ખૂબ જરૂરી છે અને હવે બંગાળમાં રાષ્ટ્રવાદી વિચારધારા વાળી સરકાર આવી છે. જે દેશવાસીઓ માટે આનંદની બાબત છે. બંગાળમાં મહિલાઓ સુરક્ષિત ન હતી. ગુંડાતત્વોનું રાજ જોવા મળતું હતું ત્યારે હવે બંગાળમાં ગુંડારાજ નહી રહે અને બંગાળના લોકો પોતાને સુરક્ષિત મહેસૂસ કરશે. 'રાજીનામુ નહીં આપે તો મુદ્ત પૂરી થતા આપોઆપ મુખ્યમંત્રી નહીં રહે' કૈલાસ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, મમતા બેનર્જી કહે છે કે રાજીનામુ નહીં આપું. પરંતુ તે રાજીનામુ આપે કે ન આપે સરકારની મુદત પૂર્ણ થાય ત્યારે વર્તમાન સરકાર આપોઆપ બરતરફ થઈ જાય છે. અને રાજ્યપાલ પાસે એવી સત્તા છે કે તેઓ નવી સરકારની રચના કરી શકે. જીતેલી પાર્ટીના વિધાયકદળના નેતાને તેઓ શપથ લેવડાવી શકે છે. જેથી મમતા રાજીનામું આપે કે ન આપે તેનાથી કોઈ ફરક પડતો નથી. આગામી સમયમાં બંગાળમાં ભાજપના મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે. હાર્યા એટલે EVM અને ECI પર ઠીકરું ફોડવાની જૂની આદત કૈલાસ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, બંગાળમાં 40 વર્ષમાં પહેલીવાર પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણી થઈ છે. ગણતરીના બે દિવસ પહેલા જ મમતાના નેતાઓ કહેતા હતા કે અમે 200 બેઠકો લાવીશું, જીતીશું. અને હવે હાર્યા એટલે ચૂંટણી પંચનો વાંક કાઢે છે. વિપક્ષની જૂની આદત રહી છે કે હારે એટલે ઇવીએમ અને ઇલેક્શન કમિશન ઉપર ઢોળી દેવાનું. અન્ય રાજ્યમાં કોંગ્રેસની જીત થઈ છે ત્યાં કેમ તેઓ ઇલેક્શન કમિશન કે ઇવીએમનો વાંક નથી કાઢતા.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોને બીજ ઉત્પાદન પર MSP+25% ભાવ મળે:કિસાન મોરચા પ્રમુખની ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત
    Next Article
    5 Simple Paneer Marinades That Bring Big Flavour To Everyday Meals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment