Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ફૂડ વિભાગની કાર્યવાહી:અખાદ્ય વસ્તુ વેચવા બદલ 4 પેઢીઓને ₹1.21 લાખનો દંડ ફટકાર્યો

    9 hours ago

    પંચમહાલ જિલ્લામાં અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવા બદલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચાર પેઢીઓને કુલ ₹1.21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. જે. પટેલે કેસની સુનાવણી બાદ આ આદેશ કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂનાના રિપોર્ટ સબ-સ્ટાન્ડર્ડ (નબળી ગુણવત્તાવાળા) આવ્યા હતા. આ રિપોર્ટના આધારે કસૂરવાર પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. દંડ ફટકારવામાં આવેલી પેઢીઓમાં મોડાસાની લક્ષ્મી પ્રોટીન્સનો સમાવેશ થાય છે, જેને કપાસિયા તેલ સબ-સ્ટાન્ડર્ડ જણાતા ₹80,000નો દંડ કરાયો છે. આ ઉપરાંત, હાલોલની ગાંધી સેલ્સને જીરા ટોસ્ટમાં ખામી બદલ ₹25,000નો દંડ થયો છે. ગોધરાની મમતા બેકરીને ખારી માટે ₹3,000 અને ગુલશન ટ્રેડિંગને સિંગતેલમાં ખામી બદલ ₹3,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ પોલીસે નાસિકની 'સાળી-બનેવી' ગેંગનો પર્દાફાશ કર્યો:ફોર્ચ્યુનર કારમાં આવી હાઈ-પ્રોફાઈલ બંગલાઓને ટાર્ગેટ કરતા, બે સાગરીતો ઝડપાયા
    Next Article
    હિતેશભાઈ માંડવીયાનો જન્મદિવસ: ગૌવંશને લાપસી પીરસી ઉજવણી:જય સોમનાથ ગૌ સેવા હોસ્પિટલ ખાતે જય ભગવાન ગ્રુપ દ્વારા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment