Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન. એસ. પટેલ કોલેજમાં નવા આચાર્ય ડૉ. પ્રશાંત પટેલનું સ્વાગત:ટ્રસ્ટીઓ અને પૂર્વ આચાર્યોએ શુભેચ્છા પાઠવી, વાઇસ પ્રિન્સિપાલની પણ નિમણૂક

    11 hours ago

    સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટ્સ (ઓટોનોમસ) કોલેજ, આણંદ ખાતે નવનિયુક્ત આચાર્ય ડૉ. પ્રશાંત પટેલનો આવકાર સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડૉ. બી. એન. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને કોલેજગીતથી કરવામાં આવી હતી. કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. માનસિંગ ચૌધરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શુભેચ્છા પાઠવવા માટે કોલેજના પૂર્વ આચાર્ય અને હાલ કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. મોહનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્થાની ભવ્ય પરંપરા જાળવીને વિકાસના શિખરો સર કરવાની શુભેચ્છા પાઠવી હતી. કોલેજના ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યાપક અને હાલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રોફેસર અને હેડ ડૉ. અજયસિંહ ચૌહાણે ડૉ. પ્રશાંત પટેલની અધ્યાપક યાત્રાનો પરિચય કરાવ્યો હતો. તેમણે તેમની શૈક્ષણિક સિદ્ધિઓ અને વહીવટી કુનેહનો ખ્યાલ રજૂ કર્યો હતો. આ સંસ્થાના એમરીટસ પ્રોફેસર ડૉ. હિંમતભાઈ પટેલે પણ શુભેચ્છા પાઠવી હતી. ટ્રસ્ટના કેમ્પસ ડાયરેક્ટર કાર્તિકેય દવે તથા ટ્રસ્ટના ઓ.એસ.ડી. ડૉ. એમ. જી. મનસુરીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. નવનિયુક્ત આચાર્ય ડૉ. પ્રશાંત પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ સંસ્થાએ તેમના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેમણે પોતાની પસંદગી બદલ ડૉ. બી. એન. પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ખાતરી આપી હતી કે તેઓ આ પદની ગરિમાને નિષ્ઠાપૂર્વક અને પૂરી જવાબદારીથી નિભાવશે તથા સંસ્થાની પ્રગતિમાં સંપૂર્ણ યોગદાન આપશે. આ પ્રસંગે તેમનું પુસ્તક અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને પરીક્ષા નિયામક ડૉ. જે. ડી. વાળાની વાઇસ પ્રિન્સિપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ટ્રસ્ટના સંયુક્ત મંત્રી મૃદુલાબેન પટેલ, ટ્રસ્ટના જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અને જોઈન્ટ સેક્રેટરી અન્વેષભાઈ પટેલ, તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સતલાસણા, વિદ્યાનગર વગેરે સ્થળોએથી ડૉ. પ્રશાંત પટેલના મિત્રો શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ટ્રસ્ટની ભગિની સંસ્થાના ડાયરેક્ટરો, આચાર્યો તથા કોલેજના પ્રાધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આઈ.ક્યુ.એ.સી.ના કો-ઓર્ડિનેટર ડૉ. આશવભાઈ પટેલે આભારવિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. કિશન પટેલે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ઈંડાની અછત સર્જાવાના એંધાણ:મહારાષ્ટ્રના નવાપુરમાં બ્લડફ્લૂના કારણે અઢી લાખ મરઘા મારી નાખ્યા, રોજના 10 લાખ ઈંડાની સપ્લાય બંધ
    Next Article
    અમીરગઢ પાસે ટ્રકની ટક્કરે યુવકનું મોત:પાલનપુર-આબુ હાઈવે પર ધનપુરા ગામ નજીક અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment