Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢ પાસે ટ્રકની ટક્કરે યુવકનું મોત:પાલનપુર-આબુ હાઈવે પર ધનપુરા ગામ નજીક અકસ્માત

    10 hours ago

    બનાસકાંઠાના અમીરગઢ નજીક પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ધનપુરા ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ટ્રકે ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલા ટ્રકે તેને અડફેટે લીધો હતો. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ અમીરગઢ પોલીસ અને NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. NHAIની ટીમે હાઈવે પર ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. અમીરગઢ પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એન. એસ. પટેલ કોલેજમાં નવા આચાર્ય ડૉ. પ્રશાંત પટેલનું સ્વાગત:ટ્રસ્ટીઓ અને પૂર્વ આચાર્યોએ શુભેચ્છા પાઠવી, વાઇસ પ્રિન્સિપાલની પણ નિમણૂક
    Next Article
    કોમલ ભગચંદાણીએ 92% મેળવ્યા:ઇન્ફન્ટ જીસસ સ્કૂલના 27 વિદ્યાર્થીઓ 80%થી વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment