Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવન્થ ડે સ્કૂલની માન્યતાને લઈ સવાલ:જન આક્રોશ વાલી સંઘર્ષ સમિતિએ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું, વાલીઓને તપાસ કરી પ્રવેશ લેવા અપીલ

    8 hours ago

    અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ કામચલાઉ ધોરણે શાળાને સોંપવામાં આવ્યો છે. ત્યારે જનઆક્રોશ વાલી સંઘર્ષ સમિતિ દ્વારા આજે 6 મેના રોજ સેવનથ ડે સ્કૂલની બહાર ભેગા થઈને સ્કૂલમાં એડમિશન લેવાને લઈ વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા કે આ સ્કૂલમાં પૂરતા પુરાવા છે અને તેની માન્યતા છે નહીં એ એકવાર તપાસી લેવા બાદમાં એડમિશન લેવા એવી રજૂઆત કરી હતી. સેવેન્થ ડે સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિને લઈ વાલીઓ અસમંજસમાં મુકાયા છે. જનાક્રોશ વાલી સંઘર્ષ સમિતિએ શાળાના સત્તાધીશો પાસે જવાબ માંગ્યા હતાં. નવા એડમિશન લેનારા વાલીઓને મોટી રકમની ફી ગુમાવવાનું જોખમ ઊભું થઈ શકે છે. શાળા રજીસ્ટ્રેશન રદ નહિ થાય તેવી ખાતરી સાથે એડમિશન આપવાની માંગ કરી છે. તપાસ કર્યા બાદ જ એડમિશન લેવા સમિતિની અપીલ ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીના મોત બાદ સરકાર હસ્તક શાળા લેવામાં આવી હતી. સ્કૂલના પુરાવા માન્યતા વગેરે માંગવામાં આવી હતી જે રજૂ કર્યા બાદ સ્કૂલને ફરીથી તમામ વહીવટ પરત આપી દેવામાં આવ્યો છે. જોકે નવું સત્ર શરૂ થતા પહેલા તમામ વહીવટ શાળાને કામ ચલાઉ ધોરણે સોંપાયો હોવાને લઈને જન આક્રોશ વાલી સંઘર્ષ સમિતિ દ્વારા આજે સ્કૂલના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હતી. રાકેશ માખીજા નામના વાલીએ જણાવ્યું હતું કે, નયનની હત્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને અવારનવાર નોટિસ આપવામાં આવી પછી અને પુરાવા સહિત વગેરે બાબતો રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ તેમના દ્વારા સહયોગ આપવામાં આવ્યો નહોતો. રાજ્ય સરકાર દ્વારા સ્કૂલને સરકાર હસ્તગત લેવામાં આવી હતી. સ્કૂલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. સ્કૂલને ફરીથી સાંભળવા માટે સૂચન કરાવ્યું હતું અને જેને માન્ય રાખી અને સરકાર દ્વારા સ્કૂલને ફરી સાંભળવાનો ઠરાવ રદ કરવામાં આવ્યો જેથી એવું ન કહી શકાય કે શાળાની ત્રુટીઓ પૂરી થઈ ગઈ છે. AMC દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી જેમાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વાલીઓને અમે વિનંતી કરીએ છીએ કે સ્કૂલમાં પ્રવેશ મેળવતા પહેલા તમામ બાબતની તપાસ કરી લે જેથી આપણા બાળકનું ભવિષ્ય જોખમાઈ નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્કૂલને માત્રને માત્ર વહીવટ સોંપવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા નવા એડમિશન લેવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે સવાલ એ છે કે એટલી બધી કેમ ઉતાવળ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે. સ્કૂલ દ્વારા પોતાના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરારમાં જે કરાર ભંગ થયો છે તેને પરિપૂર્ણ કરી શકતી નથી. માત્ર એડમિશન લેવા અને વ્યવસાય કરવો જે યોગ્ય નથી. શાળાના પ્રવક્તાએ સ્કૂલના ડોક્યુમેન્ટ અંગે જવાબ આપવાનું ટાળ્યું અંજુ મિશ્રા નામના વાલીએ જણાવ્યું હતું કે મારી દીકરી એ તાજેતરમાં જ ધોરણ 10 પાસ કર્યું છે. મારે એડમિશન લેવાનું હતું પરંતુ હું તેમાં હવે એડમિશન લેવા માંગતી નથી આ સ્કૂલના પુરાવા પૂરતા નથી અને માન્યતા છે કે નહીં એ ખબર નથી. સ્કૂલમાં બાળકો સુરક્ષિત છે કે નહીં એના પર પણ સવાલ છે. સ્કૂલ તરફથી વરલી ચૌહાણ નામના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જન આક્રોશ વાલી સમિતિ અમને રજૂઆત કરવા આવ્યા હતા. વિદ્યાર્થી અને બાળકો માટે કામ અમે કરીએ છીએ. બાળકની સુરક્ષા અમારી મુખ્ય જવાબદારી છે. તેમના પર અમે કામગીરી કરીએ છીએ. જોકે સ્કૂલના પુરાવા બાબતે અને ડોક્યુમેન્ટ અંગે તેઓને પૂછતા જવાબ આપી શક્યા નહોતા અને નીકળી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ખોડિયાર નગર વિસ્તારમાં પુત્રનો પુજારી પિતા પર ચાકુ વડે હુમલો:ગાડી અને પૈસા આપવાની પિતાએ ના પડતા તૂટી પડ્યો, પિતા સારવાર હેઠળ
    Next Article
    રાધનપુરમાં 5734 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ:40 વર્ષ જૂના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફળ્યું, અનેક પરિવારો બેઘર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment