Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોડિયાર નગર વિસ્તારમાં પુત્રનો પુજારી પિતા પર ચાકુ વડે હુમલો:ગાડી અને પૈસા આપવાની પિતાએ ના પડતા તૂટી પડ્યો, પિતા સારવાર હેઠળ

    9 hours ago

    વડોદરા શહેરમાં અવાર નવાર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. જેમાં પિતા પર પુત્રતે નજીવી બાબતે ચાકુ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં પિતાને નજીવી ઇજાઓ પોહચી છે અને તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પુત્ર હુમલા બાદ ફરાર થઈ ગયો છે. પુજારી પિતા પર પુત્રનો છરી વડે જીવલેમ હુમલો વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર હાર્મોની સોસાયટીમાં આ ઘટના બની છે. હાર્દિક નાગરે પોતાના પિતા જયંતીલાલ નાગર (55 વર્ષ) પાસેથી પૈસા અને ગાડીની માંગણી કરી હતી. વ્યવસાયે પુજારી તરીકે કાર્યરત જયંતીલાલ નાગરે પુત્રની માંગણી સ્વીકારવાનો ઇન્કાર કરતાં પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં ગુસ્સે ભરાયેલા હાર્દિકે પિતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. પિતાને ગંભીર ઇજાઓ થતાં પરિવારના સભ્યોએ તેમને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. આ મામલે બાપોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'એય તારા બાપનું નથી હો':મહિલા નેતાએ આંખો કાઢી PSIને ધમકાવ્યા, ભાજપનાં પોસ્ટરમાં જબરો લોચો, જગદીશ પંચાલનું પૂતળું ખેંચી સાહેબ ભાગ્યા
    Next Article
    સેવન્થ ડે સ્કૂલની માન્યતાને લઈ સવાલ:જન આક્રોશ વાલી સંઘર્ષ સમિતિએ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું, વાલીઓને તપાસ કરી પ્રવેશ લેવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment