Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરમાં 5734 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ:40 વર્ષ જૂના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફળ્યું, અનેક પરિવારો બેઘર

    7 hours ago

    પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરથી દબાણ હટાવવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 5 માં આવેલા બલોચ વાસ વિસ્તારમાં સિટી સર્વે નંબર 1701 હેઠળની 5734 ચોરસ મીટર જમીન પરના 40 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. આ કાર્યવાહીને કારણે ઘણા પરિવારો બેઘર બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા રાધનપુર શહેરના વોર્ડ નંબર 5 માં આવેલી આ સરકારી જમીન પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિટી સર્વે નંબર 1701 હેઠળની આશરે 5734 ચોરસ મીટર જમીન પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો હતા. તંત્ર દ્વારા આ દબાણ હટાવવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી, જેની મુદત પૂર્ણ થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનો દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્ત સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે આક્ષેપો કર્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, તેઓ છેલ્લા 40 વર્ષથી આ જગ્યા પર રહે છે અને તંત્ર દ્વારા પૂરતી જાણકારી આપ્યા વિના જ મકાનો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રહેઠાણ ગુમાવનારા લોકોએ સરકાર પાસે વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરી આપવા માટે માગ કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ જમીન સિટી સર્વે નંબર 1701 હેઠળ આવે છે, જેનું ક્ષેત્રફળ 5734 ચોરસ મીટર (આશરે 57 ગુંઠા) છે. આ સરકારી જમીન છે અને સિટી સર્વે કચેરીએ 17 એપ્રિલ 2026 ના રોજ આ અંગે 202ની નોટિસ આપી હતી. કુલ 21 મકાનોને નોટિસ આપવામાં આવી હતી, જેમાંથી 13 રહીશોએ પોતાના મકાન ખાલી કરી દીધા હતા. બાકીના 8 રહીશોએ મકાન ખાલી ન કરતા, સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શન, ચીફ ઓફિસર અને જી.ઈ.બી. સ્ટાફ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સેવન્થ ડે સ્કૂલની માન્યતાને લઈ સવાલ:જન આક્રોશ વાલી સંઘર્ષ સમિતિએ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું, વાલીઓને તપાસ કરી પ્રવેશ લેવા અપીલ
    Next Article
    Inside Details: Why BCCI Was Forced To Change IPL 2026 Final Venue

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment