Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરેલુ સિલિન્ડરમાંથી નાના બોટલમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપાયું:નાસ્તાની લારીની આડમાં કોમર્શિયલ ગેસની અછતનો ફાયદો ઉઠાવી કાળીબજાર કરતો, સચિનમાં ગેરકાયદે રિફિલિંગ ચાલતું હતું

    10 hours ago

    સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત અને વધતા ભાવનો ગેરફાયદો ઉઠાવનારા તત્વો સક્રિય થયા છે. સુરતના સચિન વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાનું મસમોટું કૌભાંડ સચિન પોલીસે ઝડપી પાડ્યું છે. સાંઈનાથ સોસાયટીના એક રૂમમાં ચાલતા આ 'મોતના ખેલ'નો પર્દાફાશ કરીને પોલીસે અમિત મહેન્દ્રપ્રસાદ કનોજિયા નામના શખ્સની ધરપકડ કરી છે. ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા ઝડપાયો સચિન પોલીસ મથકના જવાનોને બાતમી મળી હતી કે, સાંઈનાથ સુડા સેક્ટર-01 વિસ્તારમાં પ્લોટ નં. 122ના એક રૂમમાં પ્રતિબંધિત રીતે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ માહિતીના આધારે પોલીસ કોન્સ્ટેબલ મેહુલરાજ મેરૂભા અને તેમની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. 15થી 20 જેટલા બાટલાઓનો જથ્થો તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે એક નાના રૂમમાં અત્યંત જોખમી રીતે ગેસના 15થી 20 જેટલા બાટલાઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી ગેરકાયદે રિફિલિંગનું કામ ચાલતું હતું. નાસ્તાની લારીની આડમાં કાળો કારોબાર ચલાવનાર ઝડપાયો પોલીસ કાર્યવાહી દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સચિનમાં રહેતા 27 વર્ષીય અમિત મહેન્દ્રપ્રસાદ કનોજિયાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી અમિત વ્યવસાયે નાસ્તાની લારી ચલાવે છે, પરંતુ વધુ કમાણી કરવાની લાલચમાં તેણે પોતાના જ ઘરમાં ગેસ રિફિલિંગનું સેન્ટર શરૂ કરી દીધું હતું. ભરચક રહેણાંક વિસ્તારમાં કોઈપણ સુરક્ષાના સાધનો વગર આ કામગીરી થતી હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેમ હતી. સિલિન્ડરમાંથી ગેસ કાઢીને નાના ગેરકાયદે બાટલાઓમાં રિફિલ કરતો હતો હાલમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે અને પૂરતો જથ્થો મળવામાં મુશ્કેલી પડી રહી છે. આ અછતનો લાભ લેવા માટે આરોપી મોટા HP કંપનીના બ્લુ કલરના કોમર્શિયલ સિલિન્ડરમાંથી ગેસ કાઢીને નાના ગેરકાયદેસર બાટલાઓમાં રિફિલ કરતો હતો. આ નાના બાટલાઓ શ્રમિકો અને નાના ફેરિયાઓને ઊંચા ભાવે વેચવામાં આવતા હતા. ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરાતી ટેકનિક અત્યંત જોખમી હોવાનું બહાર આવ્યું છે. ગેસના બાટલા અને રિફિલિંગ મશીન જપ્ત પોલીસે ઘટનાસ્થળેથી કુલ 10,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં HP કંપનીના 4,650ની કિંમતના 3 મોટા સિલિન્ડર, 1,600ની કિંમતના 2 નાના સિલિન્ડર અને એક લાલ કલરનો 'Kings gas' લખેલો ચુલ્લા સાથેનો બાટલો (કિંમત 800) મળી આવ્યો છે. આ ઉપરાંત ગેસ ચોરી કરવા માટે વપરાતું રિફિલિંગ મશીન, નળી, વાલ્વ, 3,000ની કિંમતનો ઇલેક્ટ્રિક કાંટો અને અન્ય સાધનો પણ પોલીસે કબ્જે કર્યા છે. જનતાના જીવને જોખમમાં મૂકતી બેદરકારી પોલીસ ફરિયાદ મુજબ, આરોપી અમિત જાણતો હતો કે રહેણાંક વિસ્તારમાં પરવાનગી વગર ગેસ રિફિલિંગ કરવું એ પોતાની અને આસપાસના લોકોની જિંદગી જોખમમાં મૂકવા સમાન છે. ગેસ રિફિલિંગ દરમિયાન સામાન્ય તણખો પણ આખી સોસાયટીને રાખમાં ફેરવી શકે છે. સચિન પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 287 (બેદરકારીભર્યું કૃત્ય જે માનવ જીવન માટે જોખમી હોય) હેઠળ ગુનો દાખલ કર્યો છે. કડક કાયદાકીય કાર્યવાહી અને તપાસનો ધમધમાટ આ સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશનના PSO સુનિલભાઈ ગોવિંદભાઈએ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગજેન્દ્રસિંહ પરમારને સોંપી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 176 મુજબ જાહેર રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ મોટા ગેસ સિલિન્ડર ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કોઈ એજન્સીના માણસો સામેલ છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ:ગુજરાતીઓ ગણિત-વિજ્ઞાનમાં કાચા, 2 લાખથી વધુ વિદ્યાર્થી ફેલ, સાયન્સમાં મેરિટ નીચું જશે; દીકરીઓએ ફરી બાજી મારી
    Next Article
    અમદાવાદમાં લુબી કંપનીના 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા:પગારમાં 18000 સુધીનો વધારો કરવા માંગ, કર્મચારીઓને કંપની બહાર આવતા રોકવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment