Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં લુબી કંપનીના 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા:પગારમાં 18000 સુધીનો વધારો કરવા માંગ, કર્મચારીઓને કંપની બહાર આવતા રોકવામાં આવ્યા

    9 hours ago

    અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલી લુબી કંપનીમાં 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. પગાર વધારા અને ઓવર ટાઈમ વગેરે મુદ્દે કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. કંપનીના કારખાનામાં આવેલા પરિસરમાં 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર બેસી ગયા છે. હાલમાં કર્મચારીઓની હડતાલના કારણે લુબી કંપનીનું કારખાનું બંધ છે અને દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે એક પણ કર્મચારી બહાર આવ્યા નથી. કંપનીમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ કામ કરે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તમામ કર્મચારીઓની માંગણી છે કે પગાર વધારા મામલે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી છતાં પગાર વધારો અને ઓવર ટાઈમ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી. મળતી માહિતી મુજબ મેમ્કો પાસે આવેલ ખાનગી કંપની (LUBI) માં પગાર મુદે હોબાળો થયો છે. સરકારના ધારા - ધોરણ મુજબ પગાર વધારો ન થતા કામદારોમાં રોષ ફેલાયો છે. અનેક રજૂઆતો છતાં વધારો ન થતા 500 થી વધુ કામદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. સરકારી ધારા - ધોરણ મુજબ 18000 સુધી કરવો જોઈએ વધારો તેવી માંગ કરવામાં આવી રહી છે. LUBI કંપનીમાં કર્મચારીઓએ હોબાળો કરી દેતા કંપનીના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. કર્મચારીઓને બહાર આવતા કંપની દ્વારા રોકવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઘરેલુ સિલિન્ડરમાંથી નાના બોટલમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપાયું:નાસ્તાની લારીની આડમાં કોમર્શિયલ ગેસની અછતનો ફાયદો ઉઠાવી કાળીબજાર કરતો, સચિનમાં ગેરકાયદે રિફિલિંગ ચાલતું હતું
    Next Article
    તાવ બાદ 5 વર્ષીય બાળકનું મોત, માતા રડી રડીને બેહાલ:સુરતમાં આકરા ઉનાળે રોગચાળો વકર્યો, બાળક સહિત 3નાં મોત; સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment