Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના મુખ્ય માર્ગ પર ડામર ઓગળ્યો:તીવ્ર ગરમીથી લોકો લપસ્યા, ગુણવત્તા પર સવાલ

    8 hours ago

    બોટાદના દિન દયાળ ચોક વિસ્તારમાં આવેલા ટાવર રોડ પર તાજેતરમાં જ પાથરવામાં આવેલો ડામર તીવ્ર ગરમીને કારણે ઓગળી રહ્યો છે. આ કારણે રસ્તા પરથી પસાર થતા લોકો લપસી પડવાના બનાવો સામે આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડામર ઓગળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. રોડ પર ડામર ચીકણો બની જતા ચાલવું કે વાહન ચલાવવું જોખમી બન્યું છે. સ્થાનિક લોકો દ્વારા રોડ પર પાથરવામાં આવેલા ડામરની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમણે તંત્ર પાસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ બાબતે સ્થાનિક વિભાગના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. હાલ આ મામલે સંબંધિત વિભાગ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ જિલ્લાનું ધોરણ 10નું 88.11% પરિણામ જાહેર:પિતાના અવસાન બાદ પરિવાર અને શિક્ષકોના સહયોગથી 99.95 PR પ્રાપ્ત કર્યા, મોટી બહેન અભ્યાસ સાથે જોબ કરી ભાઈને ડોક્ટર બનાવવા મહેનત કરે છે
    Next Article
    ત્રણ ભત્રીજાઓએ કાકા-કાકીને ધોકા વડે માર માર્યો:જૂના ઝઘડાનો ખાર રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment