Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ ભત્રીજાઓએ કાકા-કાકીને ધોકા વડે માર માર્યો:જૂના ઝઘડાનો ખાર રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી

    7 hours ago

    હળવદના ચરાડવા ગામે જૂના ઝઘડાના કારણે કાકા-કાકી પર ત્રણ ભત્રીજાઓએ હુમલો કર્યો હતો. લાકડાના ધોકા અને ઢીકાપાટુના મારથી કાકાને ગંભીર ઈજાઓ થઈ હતી. આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી રીટાબેન પીન્ટુભાઈ હળવદિયા (ઉં.વ. 30), જેઓ મૂળ ચરાડવા ગામના અને હાલ વડોદરામાં રહે છે, તેમણે આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ચરાડવા ગામે રાજલનગર ખાતે દિયરના દીકરાના લગ્નમાં તેઓ પતિ અને સંતાનો સાથે આવ્યા હતા. આ દરમિયાન ફરિયાદીના જેઠના દીકરાઓ અમિત મનોજભાઈ હળવદિયા, ધર્મેશ મનોજભાઈ હળવદિયા અને વીરુ મનોજભાઈ હળવદિયા (રહે. ચરાડવા) સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને બોલાચાલી શરૂ કરી હતી. આરોપીઓએ ફરિયાદી અને તેમના પતિ પીન્ટુભાઈ ગજેન્દ્રભાઈ હળવદિયાને ગાળો આપી હતી. જ્યારે દંપતીએ ગાળો આપવાની ના પાડી, ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. અમિત અને વીરુએ લાકડાના ધોકા વડે તથા ધર્મેશે ઢીકાપાટુનો પીન્ટુભાઈને આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં પીન્ટુભાઈને કપાળ, નાક અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને નાકના ભાગે ફ્રેક્ચર થયું હતું અને કપાળ પર ટાંકા આવ્યા હતા. આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત પીન્ટુભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રીટાબેનની ફરિયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના મુખ્ય માર્ગ પર ડામર ઓગળ્યો:તીવ્ર ગરમીથી લોકો લપસ્યા, ગુણવત્તા પર સવાલ
    Next Article
    From Standing Behind Karunanidhi To Dethroning DMK: Young Vijay's Viral Photo Sparks Buzz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment