Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લાનું ધોરણ 10નું 88.11% પરિણામ જાહેર:પિતાના અવસાન બાદ પરિવાર અને શિક્ષકોના સહયોગથી 99.95 PR પ્રાપ્ત કર્યા, મોટી બહેન અભ્યાસ સાથે જોબ કરી ભાઈને ડોક્ટર બનાવવા મહેનત કરે છે

    9 hours ago

    આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારાધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લાનું 88.11% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 40,007 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી કુલ 39549 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી A1 ગ્રેડ સાથે 4262 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ સાથે 7296 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના પરિણામમાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં વર્ષ 2024માં 85.23%, વર્ષ 2025માં 87.19% અને આ વર્ષે 2026માં 88.11% પરિણામ જાહેર થયું છે. હેમાંગ કેતનભાઈ પેસાવરિયાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે જેમાં તેને 99.95 PR પ્રાપ્ત કર્યા છે આ પરિણામમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં 100માંથી 100 માર્ક પ્રાપ્ત કર્યા છે. મારા પિતા કેતનભાઈને કેન્સરની બીમારી હોવાથી જાન્યુઆરી 2025માં તેમનું અવસાન થયું હતું આ પછી પ્રાઇવેટ નોકરી કરતો હતો જો કે શાળા સંચાલકોને આ વાતની જાણ થતા તેમને ફી માફ કરી નોકરી છોડાવી માત્ર ભણવામાં સમય આપવા જણાવ્યું હતું. પોતે આગળ બી ગ્રુપમાં મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છા ધરાવે છે અને તેમાં પણ એઇમ્સમાં પ્રવેશ મેળવવા ગોલ નિશ્ચિત કર્યો છે. હેમાંગના બહેન કોમલ પેસાવરિયાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે અમે બોવ ખુશ છીએ. મારા ભાઈ હેમાંગએ ખુબ મહેનત કરી આજે 99.95 PR મેળવ્યા છે હું એક મોટી બહેનની સાથે સાથે પિતાની ફરજ પણ નિભાવી રહી છું. હું કોલેજમાં એક્સ્ટર્નલ અભ્યાસ કરી સાથે જોબ પણ કરું છું. આર્થિક રીતે કોઈ સમસ્યા કે તકલીફ ન આવે માટે હું જોબ કરું છું અને ભાઈને માત્ર ભણવામાં જ ફોક્સ કરવા કહ્યું છે. મારા પિતા ભલે હયાત નથી પણ મારા ભાઈને આગળ વધારવા માટે હું તમામ મહેનત કરીશ અને એની બધી ઈચ્છા પુરી કરીશ. ધોરણ 10મા 99.94 PR મેળવનાર વિદ્યાર્થી વિવેક કુખાણીએ જણાવ્યું હતું કે, ધોરણ 10માં પ્રવેશ કર્યો ત્યારે જ મેં મારો ગોલ નક્કી કર્યો હતો અને સ્ટડી ટેબલ ઉપર 99.99 PR લખીને રાખ્યું હતું જો કે આજે 99.94 PR આવ્યા છે એટલે મારા ગોલથી નજીક પહોંચ્યો છું જેથી આજના પરિણામથી હું ખૂબ જ ખુશ છું. મારું સ્વપ્ન એન્જિનિયર બનવાનું છે. અમે પ્રધાનમંત્રીના ડ્રિમ પ્રોજેક્ટ લાઈટ હાઉસ આવાસમાં રહીએ છીએ અને મારા પિતા અલ્પેશભાઈને ઈલેક્ટ્રીકની દુકાન છે તેઓનો મને પુરેપુરો સહયોગ રહ્યો છે. જયારે તેમના પિતા અલ્પેશભાઈએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ધોરણ 10માં મારા પુત્રને ખૂબ જ સારા માર્કસ આવ્યા છે અને શરૂઆતથી તેનો ગોલ નક્કી હતો. તેને ભણવામાં અમે ખૂબ જ મદદ કરી છે અને આગળ પણ તે જે કંઈ પણ ભણવા માંગતો હોય તેમાં અમે તેની સાથે છીએ. આ પરિણામમાં માત્ર તેની મહેનત જ છે. આગળ જે કઈ પણ તેની ઈચ્છા હશે તે પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરશું. શારીરિક પંગુતા કોઈને હરાવી શકતી નથી સૂત્રને સાર્થક રાજકોટની દીકરીએ કરી બતાવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ ચાવડાના દીકરી આનલ ચાવડા MPS-1 ના દર્દી અને 90% દ્રષ્ટિ ન હોવા છતાં બોર્ડની પરીક્ષામાં રાઇટર રાખી 96.51 PR મેળવી પરિવાર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે. વાંચન માટે દીકરીને 10 નંબરના ચશ્મા હોવાથી સફેદ LED LIGHT રાખીને જ વાંચન કરવું પડતું છતાં વ્હાલા દીકરી આનલ હિંમત હારી ન હતી.
    Click here to Read More
    Previous Article
    6 મહિનામાં બીજીવાર મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિ.માં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:સુરતમાં ફાર્માસિસ્ટ ગેરકાયદે ગર્ભપરીક્ષણ ને ઓપરેશન કરતો, ગુનો નોંધાયો; હોસ્પિટલ સીલ
    Next Article
    બોટાદના મુખ્ય માર્ગ પર ડામર ઓગળ્યો:તીવ્ર ગરમીથી લોકો લપસ્યા, ગુણવત્તા પર સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment