Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ ગેરકાયદે ગર્ભપરીક્ષણ ને ઓપરેશન કરતો, ગુનો નોંધાયો; હોસ્પિટલ સીલ

    11 hours ago

    સુરતમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વરાછા વિસ્તારમાં અગાઉ પણ ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે સુધરવાના બદલે ફરીથી એ જ વિસ્તારમાં નવી હોસ્પિટલના નામે મોટો ગોરખધંધો શરૂ કરી દીધો હતો. આ અંગે સુરત જિલ્લા આરોગ્ય વિભાગને ચોક્કસ બાતમી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખી હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરાવવા માટે આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, રામગોપાલ પોતે કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે છતાં તે પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશનો કરતો હતો. આ ગંભીર માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે પ્લાનિંગ કરીને હોસ્પિટલ પર ઓચિંતી રેડ કરી હતી. 'મમતા હોસ્પિટલ' નામે આખી કાળી હાટડી ઊભી કરી દીધી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડો. અનિલ પટેલે ટીમ સાથે રેડ કરી હતી. તેમને વરાછા વિસ્તારમાં લાભેશ્વર ચાર રસ્તા પાસે આવેલી 'મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ' વિશે અત્યંત ખાનગી અને સચોટ બાતમી મળી હતી. બાતમી એવી હતી કે, ભૂતકાળમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને કસુવાવડ કરાવવાના રેકેટમાં જેલની હવા ખાઈ ચૂકેલો ફાર્માસિસ્ટ રામગોપાલ કિશન ખંડેલવાલ ફરી સક્રિય થયો છે. આ મમતા હોસ્પિટલનો સંચાલક પણ તે જ છે. કચરા-પોતું કરતી મહિલા કર્મચારીએ જ રામગોપાલના પાપનો ઘડો ફોડી નાખ્યો આરોગ્ય વિભાગની ટીમ જ્યારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ત્રાટકી ત્યારે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તપાસ દરમિયાન હોસ્પિટલમાંથી બે મહિલા કર્મચારીઓ અને ત્રણ સગર્ભા મહિલા દર્દીઓ મળી આવી હતી. ટીમે જ્યારે હોસ્પિટલમાં કચરા-પોતું કરતી મહિલા કર્મચારીની કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તેણે પોપટની જેમ સાચું ઓકી દીધું હતું. તેણે કબૂલાત કરી હતી કે, રામગોપાલ ખંડેલવાલ પોતે જ અહીં આવતી મહિલાઓના ઓપરેશનો કરતો હતો. આ કબૂલાત બાદ ફાર્માસિસ્ટ રામગોપાલની કાળી કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો હતો અને મામલો એકદમ સ્પષ્ટ થઈ ગયો હતો. નર્સ પકડાઈ, વ્યારાની 24 વર્ષીય ગર્ભવતી પેશન્ટ ભાગી છૂટી દરોડા દરમિયાન મળી આવેલી ત્રણ ગર્ભવતી મહિલાઓ પૈકી એક મહિલા વ્યારાની અને બીજી શિરપુરની હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય મહિલાઓએ આરોગ્ય અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું હતું કે, તેઓ અહીં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવા માટે જ આવી હતી. આ મહિલાઓના નિવેદન લીધા બાદ તેમની તબીબી ચકાસણી કરવી ખૂબ જરૂરી હોવાથી, આરોગ્ય વિભાગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, જેથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડી શકાય. જોકે, આ સમગ્ર હોબાળા અને અંધાધૂંધીનો લાભ ઉઠાવીને વ્યારાની રહેવાસી 24 વર્ષીય ગર્ભવતી મહિલા પેશન્ટ તક જોઈને ત્યાંથી ભાગી છૂટી હતી. જ્યારે બાકીની બે મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ પણ વાંચો: ગર્ભ પરીક્ષણ કરનાર શિવાય હોસ્પિટલના માલિક સહિત ત્રણની ધરપકડ 2025માં 'શિવાય હોસ્પિટલ' પર રેડ થઈ હતી, જેલમાંથી છૂટતા જ ફરી એ જ ધંધો શરૂ કર્યો આ આખો મામલો રીઢા ગુનેગાર જેવો છે. ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ આ અગાઉ પણ વરાછા વિસ્તારમાં જ 'શિવાય હોસ્પિટલ'ના નામે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાની હાટડી ચલાવતો હતો. વર્ષ 2025માં પણ જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે જ ત્યાં રેડ પાડીને આ આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. એ સમયે આ મુખ્ય સૂત્રધાર રામગોપાલ ઉપરાંત તેની સાથે સંડોવાયેલા ડો. મિતેશ કાંતિ ધોરાજીયા, હોસ્પિટલના આર.એમ.ઓ. મિલન સોડાગર અને નર્સ કલ્પનાબેન પવાર વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ ગંભીર ગુનામાંથી જામીન પર છૂટ્યા બાદ રામગોપાલે જરાય સુધરવાના બદલે નવો કીમિયો અપનાવ્યો અને વરાછામાં જ 'મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી'ના નામે નવું બોર્ડ મારીને ફરીથી કાળો કારોબાર શરૂ કરી દીધો હતો. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી રામગોપાલને પકડવા ચક્રો ગતિમાન કર્યા આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક વરાછા પોલીસને સ્થળ પર બોલાવી લીધી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની સત્તાવાર ફરિયાદના આધારે વરાછા પોલીસ સ્ટેશનમાં રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ 'પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ'ની વિવિધ આકરી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ હોસ્પિટલને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે. દરોડા દરમિયાન ભાગી છૂટેલા કથિત સંચાલક અને ફાર્માસિસ્ટ રામગોપાલને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ આ રેકેટમાં તેની સાથે મેડિકલ ક્ષેત્રના અન્ય કયા કયા સફેદપોશ લોકો કે ડોક્ટરો સામેલ છે તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. 'હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી માહિતી અમને મળી હતી' અનિલ બી. પટેલ (ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રીંગ ઓથોરિટી ફોર હોસ્પિટલ)એ જણાવ્યું હતું કે, મમતા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ કરીને જે લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે, એ જે સંચાલક છે રામગોપાલ ખંડેલવાલ ચલાવતો હતો. પેશન્ટોને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પટેલે વધુમા કહ્યું કે, ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના ત્રણ પેશન્ટો એડમિટ હતા. એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલ્લીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી એને બંધ કરવામાં આવી હતી. એ પેશન્ટોને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં. આ જે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે. આ જે હોસ્પિટલ છે એ પહેલા પણ નવેમ્બર 2025ના ત્યાં રંગેહાથ ઇલ્લીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ પણ કરવામાં આવ્યો હતો. પહેલા શિવાય મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ કરીને નામ હતું, એમના અગેન્સ્ટમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એમની કેસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    IPL ફાઇનલ બેંગલુરુથી અમદાવાદ શિફ્ટ થઇ:ટિકિટ વિવાદને કારણે વેન્ચૂમાં ફેરફાર કરાયો; ધર્મશાલા-ચંદીગઢમાં નોકઆઉટ મેચ; ફાઇનલ 31 મેના રોજ યોજાશે
    Next Article
    દ્વારકામાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી:12 વાહનો ડિટેઇન, PSI જાડેજાની આગેવાની હેઠળ ડ્રાઇવ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment