Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી:12 વાહનો ડિટેઇન, PSI જાડેજાની આગેવાની હેઠળ ડ્રાઇવ યોજાઈ

    9 hours ago

    દ્વારકા શહેરમાં ટ્રાફિક પોલીસે નિયમ ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. PSI જે.બી. જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલી આ ખાસ ડ્રાઇવમાં બેફામ અને બિનજવાબદાર વાહનચાલકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નંબર પ્લેટ વગરના અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 12 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અનેક વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ડ્રાઇવમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના એક કેસમાં એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આવા ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ટ્રાફિક પોલીસે શહેરના નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ચેતવણી આપી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ ગેરકાયદે ગર્ભપરીક્ષણ ને ઓપરેશન કરતો, ગુનો નોંધાયો; હોસ્પિટલ સીલ
    Next Article
    પાટણની બી.ડી. સાર્વજનિક વિદ્યાલયનું SSC પરિણામ 88.88%:બે વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment