Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની બી.ડી. સાર્વજનિક વિદ્યાલયનું SSC પરિણામ 88.88%:બે વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવ્યા

    1 week ago

    શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણે વર્ષ 2026ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 (SSC) પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાનું પરિણામ 88.88% નોંધાયું છે, જે રાજ્યના કુલ પરિણામ 83.86%, પાટણ જિલ્લાના 83.27% અને પાટણ કેન્દ્રના 85.11% કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. આ વર્ષે શાળાના બે વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા 82 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સેવા આપતી આ વિદ્યાલય શ્રી પાટણ જૈન મંડળના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. આચાર્ય ડૉ. બળદેવભાઈ દેસાઈના નેતૃત્વમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અને બાળવિકાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક સંચાલિત થાય છે, જેના પરિણામે ધોરણ 10નું પરિણામ શ્રેષ્ઠ રહ્યું છે. આ પ્રસંગે ડૉ. બી.આર. દેસાઈએ મંડળના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ, શિક્ષકમંડળ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ શ્રેષ્ઠ પરિણામ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. શાળાના ટોચના વિદ્યાર્થીઓમાં પટેલ ક્રિશા નીતિનકુમાર (571 ગુણ, A-1 ગ્રેડ, 99.25 PR), રાઠોડ ઓમકાર આર. (549 ગુણ, A-1 ગ્રેડ, 96.66 PR), રાવળ હિમાંશી એ. (545 ગુણ, A-1 ગ્રેડ, 96.06 PR), શેખ હુમાબાનુ આઈ. (544 ગુણ, A-1 ગ્રેડ, 95.90 PR), રાવળ સંજય કે. (542 ગુણ, A-1 ગ્રેડ, 95.58 PR) નો સમાવેશ થાય છે. અન્ય ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓમાં પ્રજાપતિ વ્રજ એસ. (529 ગુણ, A-2 ગ્રેડ, 93.44 PR), પ્રજાપતિ હિરલ વી. (528 ગુણ, A-2 ગ્રેડ, 93.26 PR), પટેલ પાશ્વ એ. (525 ગુણ, A-2 ગ્રેડ, 92.73 PR), પટેલ પરી બી. (522 ગુણ, A-2 ગ્રેડ, 92.17 PR), ઠાકોર રિદ્ધિ વી. (522 ગુણ, A-2 ગ્રેડ, 92.17 PR), પ્રજાપતિ પ્રિયાંશી એસ. (519 ગુણ, A-2 ગ્રેડ, 91.62 PR), ઠાકોર કાર્તિક પી. (517 ગુણ, A-2 ગ્રેડ, 91.25 PR), ઠાકોર ફાલ્ગુની એસ. (512 ગુણ, A-2 ગ્રેડ, 90.28 PR), ત્રિવારી હર્ષ વી. (512 ગુણ, A-2 ગ્રેડ, 90.28 PR) અને ઠાકોર દીક્ષિત આર. (511 ગુણ, A-2 ગ્રેડ, 90.28 PR) નો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી:12 વાહનો ડિટેઇન, PSI જાડેજાની આગેવાની હેઠળ ડ્રાઇવ યોજાઈ
    Next Article
    ધોરણ 12ની પરીક્ષા પહેલા પિતાનું નિધન:દીકરીએ 98.74 PR સાથે મેળવી સફળતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment