Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL ફાઇનલ બેંગલુરુથી અમદાવાદ શિફ્ટ થઇ:ટિકિટ વિવાદને કારણે વેન્ચૂમાં ફેરફાર કરાયો; ધર્મશાલા-ચંદીગઢમાં નોકઆઉટ મેચ; ફાઇનલ 31 મેના રોજ યોજાશે

    7 hours ago

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ના પ્લેઓફ મુકાબલાઓનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. પ્લેઓફ મુકાબલાઓની શરૂઆત 26 મેથી થશે. ફાઇનલ 31 મેના રોજ અમદાવાદમાં રમાશે. 70 લીગ મેચ પછી હવે નોકઆઉટનો વારો IPL 2026ની રોમાંચક સિઝનમાં કુલ 70 લીગ મેચ રમાઈ છે. શાનદાર પ્રદર્શન અને રોમાંચક મુકાબલાઓ પછી હવે આ ટુર્નામેન્ટ તેના સૌથી મહત્વપૂર્ણ તબક્કા એટલે કે પ્લેઓફમાં પ્રવેશી ગઈ છે. ધર્મશાલામાં ક્વોલિફાયર-1, ચંદીગઢને મળી 2 મેચની યજમાની પ્લેઓફનો પહેલો મુકાબલો એટલે કે ક્વોલિફાયર-1 ધર્મશાલાના HPCA (એચપીસીએ) સ્ટેડિયમમાં 26 મેના રોજ રમાશે. આમાં પોઈન્ટ્સ ટેબલની ટોપ-2 ટીમ સામસામે હશે. આ પછી ટુર્નામેન્ટ ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શિફ્ટ થશે. અહીં 27 મેના રોજ એલિમિનેટર અને 29 મેના રોજ ક્વોલિફાયર-2 ની મેચ રમાશે. 31 મેના રોજ અમદાવાદમાં થશે ફાઇનલ મુકાબલો સિઝનની ગ્રાન્ડ ફિનાલે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જે આ મેગા ઇવેન્ટના સમાપન માટે સંપૂર્ણપણે તૈયાર છે. બેંગલુરુથી અમદાવાદ શા માટે શિફ્ટ થઇ ફાઇનલ? આ વર્ષે પ્લેઓફ માટે ત્રણ અલગ-અલગ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. પહેલા ફાઇનલની યજમાની બેંગલુરુને આપવામાં આવી હતી. જોકે, સ્થાનિક એસોસિએશન અને અધિકારીઓની કેટલીક એવી માંગણીઓ હતી જે BCCIના પ્રોટોકોલ અને ગાઇડલાઇન્સના દાયરાની બહાર હતી. આ જ કારણે સ્થળ બદલવું પડ્યું અને અમદાવાદને ફાઇનલની જવાબદારી સોંપવામાં આવી. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    The best types of gardening you can try at home
    Next Article
    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ ગેરકાયદે ગર્ભપરીક્ષણ ને ઓપરેશન કરતો, ગુનો નોંધાયો; હોસ્પિટલ સીલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment