Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરને આવેદન:શ્રમ કાયદાઓની વિવિધ કલમોના ઉલ્લંઘન અને ઠેકા શ્રમિકોના શોષણ પર રોક લગાવો

    16 hours ago

    કચ્છના ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રોમાં શ્રમ કાયદાઓની વિવિધ કલમોના ઉલ્લંઘન અને ઠેકા શ્રમિકોના શોષણ બાબતે મુખ્યમંત્રી અને રોજગાર મંત્રીને અનુલક્ષી આવેદનપત્ર પાઠવી, શ્રમિકોના હકોની સુરક્ષા અને તેમને મળવાપાત્ર કાનૂની સુવિધાઓના અમલ માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, હાલ ઘણા શ્રમિકોને સમયસર વેતન મળતું નથી. PF અને ESIC જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. ઉપરાંત, ગ્રેચ્યુઈટી, બોનસ, વીમા અને મેડિકલ જેવી જરૂરી સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. આ તમામ બાબતે યોગ્ય ન્યાય મળવું જોઈએ તેમજ કામના કલાકો મુજબ યોગ્ય ઓવરટાઈમ વેતન આપવામાં આવે, શ્રમિકોને નોકરીની સુરક્ષા આપવામાં આવે અને ‘સમાન કામ માટે સમાન વેતન’નો કડક અમલ થાય તે બાબત પર ભાર મૂકાયો હતો. શ્રમિકોને સુરક્ષિત અને સન્માનપૂર્ણ કાર્યસ્થળ ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરાઈ હતી. જો આ મુદ્દાઓ પર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આગામી સમયમાં ભારતીય મજદૂર સંઘ કેન્દ્ર દ્વારા જે પણ આગામી કાર્યક્રમ અપાશે એ જિલ્લા સ્તરે કરવામાં આવશે તેમ જિલ્લા મંત્રી જીજ્ઞેશગિરિ ગોસ્વામી દ્વારા જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:15 મિનિટના તોફાની વરસાદે ખેડૂતોના લાખો રૂપિયાના પાકને જમીનદોસ્ત કર્યો
    Next Article
    26 દીકરીને લગ્ન માટે 2 લાખની સહાય ચૂકવાઇ:કચ્છમાં 476 લાભાર્થી મેળવે છે પાલક માતા-પિતા યોજનાનો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment