Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 દીકરીને લગ્ન માટે 2 લાખની સહાય ચૂકવાઇ:કચ્છમાં 476 લાભાર્થી મેળવે છે પાલક માતા-પિતા યોજનાનો લાભ

    15 hours ago

    માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્વારા અમલી પાલક માતા-પિતા યોજનાનો હાલે કચ્છમાં 476 લાભાર્થી લાભ મેળવી રહ્યા છે. યોજના તળે લાભાર્થીને પ્રતિ માસ 3 હજાર રૂપિયાની સહાય ચૂકવાય છે. યોજનાનો લાભ માતા અને પિતા બંને અવસાન પામેલા હોય તેવા બાળકોને અથવા પિતાનુ મૃત્યુ થયું હોય અને માતાએ પુન: લગ્ન કરેલા હોય પરંતુ બાળકો અન્ય સગાવ્હાલા સાથે રહેતા હોય તેવા બાળકોને 18 વર્ષની વય સુધી મળે છે. લાભાર્થીના બાળક અને પાલક માતાના સંયુક્ત બેંક ખાતામાં સીધી બેનિફીટ ટ્રાન્સફર મારફતે તેમના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવે છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અરજદારના ઘરની રૂબરૂ મુલાકાત કરવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા ઓનલાઇન અરજી esamajkalyan.gujarat.gov.in પણ કરી શકાય છે. જિલ્લાની સ્પોન્સશરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૂવલ કમિટિના અઘ્યક્ષ ડી.જે.દેસાઇ, જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રીટાબેન અઘ્યારુ, સ્વૈચ્છીક બાળ સંભાળ ગૃહના પ્રતિનિઘિ નેહા હાંડા, વિશિષ્ટ દત્તક સંસ્થાના મેનેજર એમ.આર.ચુડાસમા અને કમિટિના સભ્ય સચિવ તરીકે જીલ્લા બાળ સુરક્ષા અઘિકારી વિપુલ ડોરિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પાલક માતાપિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીઓના લગ્ન કરવામાં આવે તો દિકરીને લગ્ન સહાય તરીકે રાજય સરકાર દ્વારા બે લાખની સહાય પણ ચુકવવામાં આવે છે. આ યોજના હેઠળ કચ્છમાં આજ દિન સુઘી 26 દિકરીઓને સહાય ચુકવવામાં આવી છે. લાભાર્થી દિકરી esamajkalyan.gujarat.gov.in પર પણ ઓન લાઇન અરજી કરી શકે છે. વઘુ માહીતી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, 401, બહુમાળી ભવન, ભુજ અને જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની કચેરી, જુની મામલતદાર કચેરી, મુન્દ્રા રોડ, ભુજ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરને આવેદન:શ્રમ કાયદાઓની વિવિધ કલમોના ઉલ્લંઘન અને ઠેકા શ્રમિકોના શોષણ પર રોક લગાવો
    Next Article
    Tamil Nadu Election Results 2026 Live: Vijay's TVK Reaches Out To AlADMK, DMK-Allies For Support

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment