Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત:સુધરાઇમાં શાખા અધ્યક્ષની નિમણૂક બાબતે કર્મચારી સંઘ જ વિરોધમાં !

    3 days ago

    પાલિકામાં મહેકમ બાબતે હંમેશા મુદ્દો ચર્ચામાં રહે છે. ખાસ કરીને કાયમી, રોજમદાર અને તેમને આપવામાં આવતી જવાબદારીમાં ક્યાંક ને ક્યાંક રાજકીય વગ કે અધિકારી સાથેની સાંઠગાંઠના આક્ષેપો થયા છે. પાલિકામાં બ્રાન્ચ હેડની નિમણૂક અને કામગીરી ફાળવણી મુદ્દે કર્મચારી સંઘે મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી કાયમી કર્મચારીઓ તથા મંજૂર મહેકમના દસ ટકા રોજમદારોને પ્રાથમિકતા આપવા માગ ઉઠાવી છે. સંયુક્ત કર્મચારી સંઘના પ્રમુખ મહેબુબખાન એ. પઠાણ અને મંત્રી બળવંત પ્રાગજી મોડ દ્વારા મુખ્ય અધિકારીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે હાલ અનેક શાખાઓમાં બ્રાન્ચ હેડ તરીકે કામગીરી સોંપાઇ છે, પરંતુ આ નિમણૂકો માટે સરકારની જરૂરી મંજૂરી લેવાઇ નથી. નિયમસર મંજૂરી વિના બ્રાન્ચ હેડ બનાવવામાં આવતા કાયમી કર્મચારીઓ તેમજ સરકારના પરીપત્ર મુજબ દસ ટકા મંજૂર મહેકમ હેઠળ ફરજ બજાવતા રોજમદારોના હક્કો પર અસર પડી રહી હોવાનું સંઘે આક્ષેપ કર્યો છે. સંઘે જણાવ્યું છે કે નગરપાલિકામાં લાંબા સમયથી સેવા આપતા અને લાયકાત ધરાવતા કર્મચારીઓને અવગણીને અન્ય રીતે બ્રાન્ચ હેડની જવાબદારી સોંપાતી હોવાથી કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે. સંઘે માંગણી કરી છે કે ભવિષ્યમાં બ્રાન્ચ હેડની કામગીરી ફાળવતી વખતે નિયમોનુસાર પ્રક્રિયા અપનાવી કાયમી કર્મચારીઓ અને લાયકાત ધરાવતા રોજમદારોને પ્રાથમિકતા આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુખ્ય અધિકારીએ સુધરાઈના દરેક કર્મચારીના જન્મના પ્રમાણ આપતા દસ્તાવેજો જમા કરાવવા જાણ કરી હતી. જે માટે જન્મનું પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ જો ન હોય તો સિવિલ સર્જન દ્વારા પ્રમાણિત કરવામાં આવેલું સર્ટીફીકેટ રજૂ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ખોટું થયું હોવાનું વર્તુળોમાંથી જાણવા મળે છે. જોકે મુખ્ય અધિકારીએ આ વહીવટી પ્રક્રિયા માત્ર ગણાવી હતી પરંતુ વાસ્તવમાં નિષ્પક્ષ તપાસ થાય તો અનેક કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીની નોકરી પણ જઈ શકે.
    Click here to Read More
    Previous Article
    નવસારીની A B સ્કૂલનો બોર્ડ-ગુજકેટમાં દબદબો:ઋષિતા પટેલ 481 ગુણ સાથે જિલ્લામાં પ્રથમ
    Next Article
    આજે ધો.10નું પરિણામ:કચ્છના 27,347 છાત્રોનું ભાવિ થશે જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment