Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીની A B સ્કૂલનો બોર્ડ-ગુજકેટમાં દબદબો:ઋષિતા પટેલ 481 ગુણ સાથે જિલ્લામાં પ્રથમ

    3 days ago

    ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને સ્પર્ધાત્મક પરીક્ષા GUJCETનું પરિણામ સોમવારના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવસારીની A B સ્કૂલે શૈક્ષણિક ક્ષેત્રે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સમગ્ર નવસારી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર કુલ 79 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી અડધાથી વધુ એટલે કે 47 વિદ્યાર્થીઓ માત્ર A B સ્કૂલના છે. શાળાની તેજસ્વી વિદ્યાર્થિની ઋષિતા યુ. પટેલે 500 માંથી 481 ગુણ મેળવી સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા અને નવસારીનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત જિલ્લામાં A2 ગ્રેડ મેળવનાર 438 વિદ્યાર્થીઓ પૈકી 196 વિદ્યાર્થીઓ A B સ્કૂલના છે, જે શાળાની સર્વોપરિતા સાબિત કરે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. GUJCET 2026ની પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી ઇશાન કે. કાપડીયાએ 120 માંથી 120 ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે 90 જેટલા વિદ્યાર્થીઓએ 100થી વધુ માર્ક્સ મેળવ્યા છે. તે જ રીતે, ગત 20 એપ્રિલના રોજ જાહેર થયેલા JEE Mainના પરિણામમાં પણ શાળાના 102 વિદ્યાર્થીઓ JEE Advance માટે ક્વોલિફાય થઈ જિલ્લામાં અગ્રેસર રહ્યા છે. શાળાએ માત્ર વિજ્ઞાન પ્રવાહ જ નહીં, પરંતુ સામાન્ય પ્રવાહમાં પણ 100% પરિણામ મેળવી કીર્તિમાન સ્થાપ્યો છે, જેમાં 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 44 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી બોર્ડના પરિણામમાં એબી સ્કૂલ હંમેશા સારુ પરિણામ સાથે આવ્વલ રહી છે. ચાલુ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં તેમનું પુરનાવર્તન જોવા મળ્યું હતું. વાલીઓએ પણ સ્કૂલની આ સફળતાને બિરદાવી હતી અને છાત્રોને શુભેચ્છા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:સૌરાષ્ટ્રવાસી જ મેયર બનશે; ભાવનગરને પ્રાધાન્ય અપાશે તો વરાછાના માયા માવાણીનું નામ અગ્રેસર
    Next Article
    મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત:સુધરાઇમાં શાખા અધ્યક્ષની નિમણૂક બાબતે કર્મચારી સંઘ જ વિરોધમાં !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment