Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:સૌરાષ્ટ્રવાસી જ મેયર બનશે; ભાવનગરને પ્રાધાન્ય અપાશે તો વરાછાના માયા માવાણીનું નામ અગ્રેસર

    3 days ago

    સુરત મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં 115 બેઠકો સાથે ભાજપે જે રીતે ક્લિન સ્વીપ કર્યું છે, તેનાથી હવે શહેરના રાજકીય ગણિતો બદલાયા છે. ખાસ કરીને પાછલા એક દાયકાથી ભાજપ માટે પડકાર ગણાતા અને પાટીદારોના ગઢ મનાતા વરાછા વિસ્તારમાં ભાજપે ભવ્ય વાપસી કરતા હવે સત્તાના મુખ્ય સ્થાનો પર સૌરાષ્ટ્રવાસી પાટીદારોનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. આ રેસમાં વોર્ડ નં 14 (ઉમરવાડા-માતાવાડી) ના નગરસેવક માયાબેન માવાણીનું નામ હાલ સૌથી વધુ ચર્ચાના મોખરે છે. માયાબેન મૂળ ભાવનગરના વતની છે. અત્યાર સુધી શહેર સંગઠનમાં જુનાગઢ અને અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓનો દબદબો રહ્યો છે, પરંતુ ભાવનગર જિલ્લાના પ્રતિનિધિત્વનો અભાવ હોવાથી અમરોલી અને ભાવનગર પટ્ટાના મતદારોને રીઝવવા માયા માવાણી પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ પણ મેયર પદ માટે માયા માવાણીના નામની ભલામણ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કોણ છે માયા માવાણી, 5888ની લીડ મેળવી હતી 46 વર્ષીય માયા માવાણીએ વડોદરા કારેલીબાગની સરદાર વિનયમંદિર શાળામાં ધોરણ 11 પાસ કર્યું છે. બે સંતાન છે. વરાછા રોડ ભવાની નગર સોસાયટીમાં રહે છે. તેમણે એફિડેવિટમાં પોતે 2 લાખ અને પતિ પાસે 2.39 લાખ રોકડ બતાવી છે. એફિડેવિટ મુજબ માયા બેન પાસે ઝવેરાત નથી. પતિ પાસે 28 ગ્રામ, સવા ચાર લાખના ઝવેરાત છે. જ્યારે વરાછા ધનશ્યામનગરમાં કુલ 12 લાખની કિંમતના પ્લોટ દર્શાવ્યા છે. તેમણે ચૂંટણીમાં 5888ની લીડ મેળવી હતી. પદાધિકારીઓ નક્કી કરવા 8મેએ પાર્લામેન્ટરી બોર્ડનું તેડું મહાનગરપાલિકાના મેયર સહિતના મહત્વના હોદ્દાઓ માટેના નામોની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં જ થવા જઈ રહી છે. પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા લેવાયેલી ‘સેન્સ’ પ્રક્રિયા અને દક્ષિણ ગુજરાત સંગઠન પ્રભારી ડો.કોરાટ સાથેની સંકલન બેઠકો બાદ, આગામી 8મે ના રોજ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં સુરતના ધારાસભ્યો, સાંસદો અને શહેર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં સંભવિત નામોની પેનલ પર અંતિમ ‘મનોમંથન’ કરી મહોર મારવામાં આવશે. પદાધિકારીઓની પસંદગીમાં હંમેશા પ્રાદેશિક સમીકરણો નિર્ણાયક રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાર્ષિક રૂ. 1.25 કરોડથી વધુની આવક:જામલાપાડા ગામના દક્ષાબેન બિરારીએ હળદર ‎ઉદ્યોગ થકી સ્થાનિક 30 લોકોને આપી રોજગારી‎
    Next Article
    નવસારીની A B સ્કૂલનો બોર્ડ-ગુજકેટમાં દબદબો:ઋષિતા પટેલ 481 ગુણ સાથે જિલ્લામાં પ્રથમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment