Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાર્ષિક રૂ. 1.25 કરોડથી વધુની આવક:જામલાપાડા ગામના દક્ષાબેન બિરારીએ હળદર ‎ઉદ્યોગ થકી સ્થાનિક 30 લોકોને આપી રોજગારી‎

    3 days ago

    ભાસ્કર ન્યૂઝ । વઘઇ ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાના જામલાપાડા ગામના વતની દક્ષાબેન બિરારીએ પીએમઇજીપી યોજના હેઠળ સહાય મેળવી ‘અંબિકા હળદર પ્રોસેસ યુનિટ’ની સ્થાપના કરી છે. આ યુનિટની મશીનરી માટે તેમને બેંક દ્વારા રૂ. 12.85 લાખનું ધિરાણ પ્રાપ્ત થયું હતું. જેમાં સરકાર તરફથી રૂ. 4,49,750ની સબસિડી મળવાપાત્ર થઈ હતી. આજે દક્ષાબેન હળદર પ્રોસેસિંગ યુનિટ સાથે અન્ય પ્રાકૃતિક ચીજ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ દ્વારા આશરે 30 મહિલાઓ અને સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. આ વ્યવસાય થકી તેઓ વાર્ષિક આશરે રૂ. 1.25 કરોડ જેટલી માતબર આવક પણ મેળવી રહ્યા છે. દક્ષાબેન જણાવે છે કે, તેમણે શરૂઆતમાં માત્ર પાંચ કિલો હળદરના વેચાણથી શરૂઆત કરી હતી. વ્યવસાય અંગે પૂરતું જ્ઞાન ન હોવાથી તેઓ ‘મિશન મંગલમ’ (ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ.) માં જોડાયા હતા. જ્યાં મળેલી ઉદ્યોગ સાહસિકતાની તાલીમ બાદ તેમને માર્કેટિંગમાં મોટો ફાયદો થયો. અંબિકા હળદર ફાર્મમાં હળદર પેકિંગ ઉપરાંત, ગામડામાંથી એકત્ર કરાયેલા અનાજ-કઠોળની સાફ-સફાઈ, દાળ બનાવવી અને તેનું પેકેજીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. આ સાથે તેઓ ઘરે નાગલીની પાપડી બનાવીને પણ વેચે છે. સાપુતારા, નાસિક અને સુરતથી આવતા પ્રવાસીઓમાં તેમના ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે. સરકારની સબસિડી અને સાધન સહાય મળતા તેમની સાથે સખી મંડળની બહેનોને પણ મોટો આર્થિક ફાયદો થયો છે. જામલાપાડા ગામની બહેનો હવે પોતાના ગામમાં જ સ્વરોજગારી મેળવી રહી છે. દક્ષાબેનને આ કાર્યમાં તેમના પતિ અને બાળકોનો પણ સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. હાલમાં તેઓ સ્થાનિક પેદાશોના વેચાણ દ્વારા સારી આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીની પેદાશોને પ્રાધાન્ય આપી તેમણે સ્થાનિક લોકોને ઘરબેઠાં રોજગારી પૂરી પાડી ‘આત્મનિર્ભર ભારત’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉદ્યોગ સ્થાપવા માટે સરકાર દ્વારા આર્થિક પ્રોત્સાહન અને નિયમો ઉલ્લેખનીય છે કે, મહિલાઓ કૌશલ્યના આધારે આર્થિક રીતે સશક્ત બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે PMEGP યોજનામાં આવકની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી નથી. ઉત્પાદન ક્ષેત્રમાં રૂ. 10 લાખથી વધુ અને વ્યાપાર/સેવા ક્ષેત્રમાં રૂ. 5 લાખથી વધુ ખર્ચવાળી પરિયોજના સ્થાપવા માટે લાભાર્થીએ ઓછામાં ઓછું ધોરણ-8 પાસ કર્યું હોવું અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    અંતરનો અંત હવે:કપરાડાના પંચવેરામાં શરૂ થશે માધ્યમિક શાળા
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:સૌરાષ્ટ્રવાસી જ મેયર બનશે; ભાવનગરને પ્રાધાન્ય અપાશે તો વરાછાના માયા માવાણીનું નામ અગ્રેસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment