Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંતરનો અંત હવે:કપરાડાના પંચવેરામાં શરૂ થશે માધ્યમિક શાળા

    3 days ago

    વલસાડ જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તારમાં આવેલ પંચવેરા ગામ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા આ ગામમાં જૂન 2026થી નવી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવશે. જમીન સંપાદન અને સ્થળ નિરીક્ષણની પ્રક્રિયા પૂર્ણતા તરફ છે અને પ્રાથમિક શાળાની બાજુમાં જ નવી શાળા શરૂ થવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાતનું અંતિમ ગામ ગણાતું પંચવેરા પહોંચવું પોતે જ એક પડકાર છે. પર્વતો અને ઊંડી ખીણ વચ્ચે વસેલા આ ગામમાં વિકાસની રેખા તો પહોંચી છે, પરંતુ હજુ અનેક મૂળભૂત સુવિધાઓ માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. અત્યાર સુધી ગામમાં પ્રાથમિક શાળા સુધી જ ભણતર ઉપલબ્ધ હતું. માધ્યમિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓને માઇલો દૂર જવું પડતું હતું, જેના કારણે પરિવહનની અછત અને આર્થિક પરિસ્થિતિ વચ્ચે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ વચ્ચે જ છૂટી જતા. ખાસ કરીને દીકરીઓ માટે અંતર અને સુરક્ષા મોટી સમસ્યા બની રહેતી. હવે નવી માધ્યમિક શાળા શરૂ થવાથી ગામના વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. ગામમાં જ ધોરણ 9થી 10 સુધી ભણતર ઉપલબ્ધ બનતા ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થશે અને દીકરીઓ માટે શિક્ષણ વધુ સરળ બનશે. માતા-પિતાની આંખોમાં હવે નવી આશા દેખાઈ રહી છે, કારણ કે વર્ષોથી ચાલતો સંઘર્ષ હવે ધીમે ધીમે અંત તરફ વધી રહ્યો છે. પંચવેરા માત્ર એક ગામ નથી, પરંતુ એ એક ઉદાહરણ છે કે જ્યાં સંઘર્ષ વચ્ચે પણ શિક્ષણ માટેની તરસ જીવંત રહી છે. હવે જ્યાં રસ્તાઓ સમાપ્ત થાય છે, ત્યાંથી જ ભવિષ્યના નવા માર્ગો શરૂ થવાના છે. શિક્ષણ માટેનો સંઘર્ષ માધ્યમિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ગામથી માઇલો દૂર જવું પડતું હતું. પરિવહનની પૂરતી સુવિધા ન હોવાથી રોજની અવરજવર મુશ્કેલ બની રહેતી. આર્થિક પરિસ્થિતિને કારણે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ વચ્ચે જ છોડી દેતા, જ્યારે દીકરીઓ માટે સુરક્ષા અને લાંબું અંતર મોટો અવરોધ સાબિત થતો. નવી શાળાથી શું બદલાશે? હવે ગામમાં જ ધોરણ 9થી 10 સુધી ભણતર ઉપલબ્ધ બનશે, જેના કારણે વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેટમાં નોંધપાત્ર ઘટાડો થશે. દીકરીઓ માટે નજીકમાં શિક્ષણ મળતા અભ્યાસમાં સતતતા રહેશે અને ભવિષ્યમાં હાયર સેકન્ડરી સુધી વિસ્તરણનો માર્ગ પણ મોકળો બનશે.
    Click here to Read More
    Previous Article
    નવી ડિઝાઇન માટે ફરી કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી:રાજકોટ મનપાના અધિકારીઓને 12 વર્ષે યાદ આવ્યું કે, આજી રિવરફ્રન્ટ માટે પાણી ક્યાંથી લાવશું! ત્રીજીવાર ડિઝાઈન બદલાશે
    Next Article
    વાર્ષિક રૂ. 1.25 કરોડથી વધુની આવક:જામલાપાડા ગામના દક્ષાબેન બિરારીએ હળદર ‎ઉદ્યોગ થકી સ્થાનિક 30 લોકોને આપી રોજગારી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment