Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ધો.10નું પરિણામ:કચ્છના 27,347 છાત્રોનું ભાવિ થશે જાહેર

    3 days ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10 ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે તારીખ 6 મે બુધવારના સત્તાવાર રીતે જાહેર કરાશે. કચ્છના 27,347 વિદ્યાર્થીઓનું ભાવિ આજે સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર ખુલશે. બોર્ડની સત્તાવાર યાદી મુજબ, વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને મેળવી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ બોર્ડના વોટ્સએપ નંબર 6357300971માં પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ જાણી શકશે. જિલ્લામાં 38 પરીક્ષા કેન્દ્રોમાં 108 પરીક્ષા બિલ્ડિંગોના 949 બ્લોકમાં 27,347 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.વર્ષ 2025માં 8મી મેના પરિણામ જાહેર થયું હતું, જેમાં 20,687 વિદ્યાર્થીમાંથી 20,344 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જે પૈકી 17,576 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. ગત વર્ષે જિલ્લાનું સરેરાશ પરિણામ 86.40 ટકા રહ્યું હતું, A1 ગ્રેડ મેળવનારા છાત્રો જોગ ધો.10માં A1 ગ્રેડ મેળવનારા છાત્રો/શાળાને તેમના પાસપોર્ટ સાઈઝનો ફોટો, શાળાનું નામ, માર્કશીટની નકલ દિવ્ય ભાસ્કરની ભુજ અથવા ગાંધીધામ ઓફિસ પર મોકલી આપવા ઈજન છે આ સિવાય ભાસ્કરના સ્થાનિક પ્રતિનિધિ કે ઇમેઇલ edtbhuj@gmail.com પર વિગતો મોકલી શકશે. ભાસ્કરમાં નામ અને ફોટા પ્રકાશિત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત:સુધરાઇમાં શાખા અધ્યક્ષની નિમણૂક બાબતે કર્મચારી સંઘ જ વિરોધમાં !
    Next Article
    IPL 2026: Samson, Kartik Masterclass Guides CSK To Big Win Against DC

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment