Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ઓવરલોડ ડમ્પર સામે કાર્યવાહીની માંગ:સુરત જેવો સપાટો બોલાવવા કલેક્ટરને આવેદનપત્ર

    9 hours ago

    વલસાડમાં ઓવરલોડ ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરતમાં રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની કાર પર ઓવરલોડ ડમ્પરની માટી પડ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. તેવી જ રીતે વલસાડમાં પણ સપાટો બોલાવવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે 'પ્રહરી ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા કલેક્ટર ભવ્ય વર્માને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, વલસાડ તાલુકાના ખજુરડી, કલવાડા અને પારણ ગામના તળાવોમાંથી ઉનાળામાં ગેરકાયદેસર રીતે પાણી ખાલી કરી લાખો ટન માટીનું ખનન થઈ રહ્યું છે. આ માટી ભરીને નીકળતા ડમ્પરો આર.ટી.ઓ.ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. તાડપત્રી ઢાંક્યા વગર જ પૂરપાટ ઝડપે દોડતા આ ડમ્પરોને કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડે છે, જે અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધારે છે. ટ્રસ્ટના પ્રમુખ સંકેત કુમારે આક્ષેપ કર્યો છે કે, ચોમાસું શરૂ થાય તે પહેલાં વધુ કમાણી કરવાની લાલચમાં સંચાલકો ડ્રાઇવરોને વધુ ફેરા મારવા ઉશ્કેરે છે. જેના કારણે ડ્રાઇવરો બેફામ ગતિએ ડમ્પર હંકારે છે. થોડા મહિના અગાઉ ગુંદલાવ હાઈવે પર ઓવરબ્રિજ નીચે ડમ્પરની અડફેટે એક વિદ્યાર્થીનીનું કરુણ મોત નીપજ્યું હતું. આવી દુખદ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર સત્વરે જાગે તે જરૂરી છે. પ્રહરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે કે, વલસાડ કલેક્ટર તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપી આ ડમ્પર માફિયાઓ અને નિયમભંગ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી કરે. ગેરકાયદે ખનન, તાડપત્રી વગરના ઓવરલોડ ડમ્પરોથી થતું પ્રદૂષણ અને જોખમ, તેમજ 24 કલાક પૂરપાટ ઝડપે દોડતા વાહનો સામે પોલીસ અને આર.ટી.ઓ.ની નિષ્ક્રિયતા જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા મહાવીરપુરમ તીર્થની જમીન 25 વર્ષ પછી મુક્ત:પોલીસે 24 કલાકમાં ગેરકાયદેસર કબજો હટાવી ટ્રસ્ટને પરત અપાવી
    Next Article
    આ સ્થળેથી ખાદ્ય ચીજો ખરીદતા પહેલા વિચારજો:ગોકુલનો કેસર રસ, જનતાનો આઈસ્ક્રીમ, હનુરામની દાલ કચોરી ચાટ ખાવાલાયક નહીં, ખોરાક શાખાની તપાસમાં ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment