Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધન પહેલાં 25મીએ બહેને કિડની દાન કરીને ભાઈને જીવ બચાવ્યો:ક્રોનિક કિડની ડિસીઝથી પીડાતા મોરબીના શિક્ષક માટે મોટી બહેન દેવદૂત બની

    10 hours ago

    રક્ષાબંધન પહેલાં ભાઈ-બહેનના પ્રેમ અંગે જૂનાગઢની 47 વર્ષીય મોટી બહેન જ્યોતિ મેઘનાથીએ પોતાના નાના ભાઈનો જીવ બચાવવા પોતાની એક કિડની દાન કરી છે. મોરબીમાં પ્રાથમિક શાળાના શિક્ષક 44 વર્ષીય ભાઈ શૈલેષગીરી મેઘનાથીને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત હતી. અમદાવાદની મેરિંગો CIMS હોસ્પિટલમાં 25 ઓગસ્ટે સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. મે 2026માં નિયમિત મેડિકલ તપાસ દરમિયાન શૈલેષગીરીને ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે CKD હોવાનું નિદાન થયું હતું. શરૂઆતમાં તેમને નિયમિત હિમોડાયાલિસિસની સલાહ આપવામાં આવી હતી અને 10 જુલાઈના રોજ AV ફિસ્ટુલા પણ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબા ગાળાના સારવાર વિકલ્પ અંગે તેમણે 4 ઓગસ્ટે મેરિંગો CIMS હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ ડૉ. સિદ્ધાર્થ માવાણીની સલાહ લીધી હતી. તપાસ બાદ લિવિંગ ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટને યોગ્ય લાંબા ગાળાના વિકલ્પ તરીકે સૂચવવામાં આવ્યું હતું. 25 ઓગસ્ટે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ ભાઈની ગંભીર સ્થિતિ જાણ્યા બાદ મોટી બહેન જ્યોતિએ કોઈપણ ખચકાટ વિના કિડની ડોનર બનવાની તૈયારી દર્શાવી હતી. પતિના સંપૂર્ણ સહયોગ સાથે તેમની વિગતવાર તબીબી તપાસ કરવામાં આવી અને તેઓ ભાઈ માટે મેડિકલ રીતે યોગ્ય મેચ હોવાનું સામે આવ્યું હતું. રક્ષાબંધનના થોડા દિવસો પહેલાં 25 ઓગસ્ટે મલ્ટિડિસિપ્લિનરી ટ્રાન્સપ્લાન્ટ ટીમે કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. હાલમાં ડોનર બહેન અને દર્દી ભાઈ બંનેની તબિયતમાં સારો સુધારો થઈ રહ્યો છે. મોટી બહેન નિઃસ્વાર્થપણે ડોનર બની ડૉ. સિદ્ધાર્થ માવાણીએ જણાવ્યું કે, યોગ્ય દર્દીઓ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ ડાયાલિસિસની સરખામણીમાં વધુ સારો લાંબા ગાળાનો સારવાર વિકલ્પ બની શકે છે. આ કેસમાં મોટી બહેન નિઃસ્વાર્થપણે ડોનર બનવા આગળ આવી હતી અને તેમના સહયોગથી ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું છે. ડોનર દર્દીને જીવનની નવી તક આપી શકે તબીબોના જણાવ્યા અનુસાર, લિવિંગ ડોનર દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ અદ્યતન કિડની ડિસીઝ ધરાવતા દર્દીઓના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે. સમયસર સારવાર, પરિવારના ડોનર અને યોગ્ય ટ્રાન્સપ્લાન્ટ કેરનું સંકલન દર્દીને જીવનની નવી તક આપી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ધરમપુર રાષ્ટ્ર સેવિકા સમિતિએ પોલીસ જવાનોને બાંધ્યા રક્ષા સૂત્ર:સમાજની સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનોનું સન્માન કરાયું
    Next Article
    Sagbara forest land cultivation issue | સાગબારા જંગલ જમીન ખેડાણનો મુદ્દો | AP Center | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment