Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલ્લભ આશ્રમની ત્રણ શાળાઓએ એજ્યુકેશન વર્લ્ડ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું:એક સ્કૂલનો દેશમાં પાંચમો ક્રમ, બે શાળાઓ ગુજરાત અને વલસાડમાં પ્રથમ સ્થાને

    1 day ago

    વલસાડ જિલ્લાના પારડી સ્થિત વલ્લભ આશ્રમ સંચાલિત ત્રણ શાળાઓએ એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ 2026-27માં નોંધપાત્ર સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ રેન્કિંગમાં MCM કોઠારી ઇન્ટરનેશનલ ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલે સમગ્ર ભારતમાં પાંચમો ક્રમ મેળવ્યો છે. જ્યારે અન્ય બે શાળાઓએ ગુજરાત અને વલસાડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત વલ્લભ આશ્રમ ટ્રસ્ટના યુવા ટ્રસ્ટી કુશ સાકરિયાની પ્રતિષ્ઠિત ‘રાઇઝિંગ એજ્યુકેશન સ્ટાર એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી છે. MCM કોઠારી સ્કૂલનો દેશમાં પાંચમો ક્રમ એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ 2026-27માં વલ્લભ આશ્રમની MCM કોઠારી ઇન્ટરનેશનલ ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલે સમગ્ર ભારતમાં પાંચમો ક્રમ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. આ રેન્કિંગમાં શાળાની શૈક્ષણિક ગુણવત્તા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને આધુનિક શિક્ષણ પદ્ધતિ સહિતનાં વિવિધ પાસાંઓને ધ્યાનમાં લેવામાં આવે છે. બે શાળાઓએ ગુજરાત અને વલસાડમાં મેળવ્યું પ્રથમ સ્થાન વલ્લભ આશ્રમ સંચાલિત MGM અમીન એન્ડ વી.એન. સાવાણી સ્કૂલે ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે શ્રી વલ્લભ સંસ્કાર ધામની શ્રીમતી શોભાબેન પ્રતાપભાઈ પટેલ ડે બોર્ડિંગ સ્કૂલે વલસાડ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આમ, એક જ સંસ્થાની ત્રણ શાળાઓએ અલગ-અલગ કેટેગરીમાં સ્થાન મેળવી શૈક્ષણિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. શિક્ષણની ગુણવત્તા સહિત અનેક માપદંડોના આધારે રેન્કિંગ એજ્યુકેશન વર્લ્ડ દ્વારા હાથ ધરવામાં આવતા ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગમાં શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓનો શૈક્ષણિક અને ઈત્તર પ્રવૃત્તિઓમાં વિકાસ, શિક્ષકોની શિક્ષણ પદ્ધતિ, ઉપલબ્ધ સુવિધાઓ, આધુનિક શિક્ષણ પદ્ધતિ અને બાળકોમાં સંસ્કારના વિકાસ સહિતના વિવિધ પાસાંઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. બાલમંદિરથી ધોરણ 12 સુધીના શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને શૈક્ષણિક ગુણવત્તામાં સતત સુધારો કરવાના પ્રયાસોને આ રેન્કિંગ દ્વારા પ્રોત્સાહન મળે છે. યુવા ટ્રસ્ટી કુશ સાકરિયાની એવોર્ડ માટે પસંદગી શાળાઓની સિદ્ધિ ઉપરાંત વલ્લભ આશ્રમ ટ્રસ્ટના યુવા ટ્રસ્ટી કુશ સાકરિયાની એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ એવોર્ડ્સ 2026-27 અંતર્ગત ‘રાઇઝિંગ એજ્યુકેશન સ્ટાર એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અને સંસ્થાના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયાસો સાથે સંકળાયેલી આ પસંદગી સંસ્થા માટે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ બની છે. ટ્રસ્ટીમંડળ અને શિક્ષકગણના યોગદાનને બિરદાવાયું વલ્લભ આશ્રમની ત્રણ શાળાઓને મળેલા રેન્કિંગ અને યુવા ટ્રસ્ટીની એવોર્ડ માટેની પસંદગી બદલ સંસ્થાના સ્થાપક સ્વામી હરિપ્રસાદદાસજી, ટ્રસ્ટીમંડળ, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર સ્ટાફના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ સિદ્ધિ સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપનારી બની છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં પ્રથમ વખત ભાજપ દ્વારા ‘કેસરિયો શરદોત્સવ’નું આયોજન:25 ઓક્ટોબરે લાભમ પાર્ટી પ્લોટમાં ઉર્વશી રાદડિયા અને વિમલ મહેતા ખેલૈયાઓને ડોલાવશે
    Next Article
    Video: Thousands Gather To Protest As Serbian Ex-President Runs For PM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment